- કાજોલને 90ના દાયકામાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી
- કાજોલ આજે તેનો 50 મો જન્મદિવસ ઉજવી રહી છે
- પતિ અજય દેવગણે પણ શુભેચ્છા પાઠવી છે
બોલિવુડની સિમરન એટલે કે એક્ટ્રેસ કાજોલ 5મી ઓગસ્ટે પોતાનો 50મો જન્મદિવસ ઉજવી રહી છે. એક્ટ્રેસે હિન્દી સિનેમામાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. આ ખાસ અવસર પર એક્ટ્રેસને અનેક શુભકામનાઓ મળી રહી છે.
એક્ટ્રેસના ફેન્સથી લઈને મિત્રો અને બોલિવુડ સેલેબ્સ તેને અભિનંદન આપતા જોવા મળે છે. એક્ટર અજય દેવગણે તેની પત્નીને શુભેચ્છા પાઠવી છે, જેની ફેન્સ સવારથી રાહ જોઈ રહ્યા હતા.
અજય દેવગનની પોસ્ટ
સિંઘમ એક્ટરે ઈન્સ્ટાગ્રામ પર કાજોલ સાથેનો રોમેન્ટિક ફોટો શેર કરતી વખતે પ્રેમથી ભરપૂર નોટ શેર કરી છે. તેને લખ્યું છે કે તમારું સ્માઈલ સંક્રામક છે, તમારો પ્રેમ અને તમારી ઊર્જા અનંત છે. અમારા જીવનમાં ખુશીઓ લાવનાર તમે છો. હું તમને આજે અને હંમેશા ઉજવીશ. હેપ્પી બર્થડે કાજોલ.
કાજોલ અને અજયની લવ સ્ટોરી
અજય અને કાજોલની લવ સ્ટોરી વિશે વાત કરીએ તો બંને ફિલ્મ હલચલના સેટ પર મળ્યા હતા. શૂટિંગ દરમિયાન જ બંને એકબીજા સાથે વાત કરતા હતા. પહેલી મુલાકાતમાં કાજોલે અજયને ખૂબ જ ઘમંડી ગણાવ્યો કારણ કે તે બોલતો ન હતો. એક્ટ્રેસ ત્યાં હાજર લોકોને તેના વિશે કહેતી હતી કે તે કેવા માણસ છે, તે ન તો હસે છે અને ન બોલે છે. પરંતુ ધીરે ધીરે બંને મિત્રો બન્યા, પ્રેમમાં પડ્યા અને પછી લગ્ન કરી લીધા.
https://www.instagram.com/p/C-So64yMkNy/?hl=en
કાજોલની શરત એ હતી કે જો લગ્ન થશે તો તે 2 મહિના માટે હનીમૂન પર જશે. જેમાં તેનું લાંબું શેડ્યુલ લિસ્ટ હતું. અજયે બંને શરતો સ્વીકારી. વર્ષ 1998માં ફિલ્મ પ્યાર કિયા તો ડરના ક્યા આવી અને સુપરહિટ બની. બંનેએ 1999માં લગ્ન કર્યા હતા.
કાજોલની અપકમિંગ ફિલ્મ
એક્ટ્રેસ છેલ્લે 'ધ ટ્રાયલ'માં જોવા મળી હતી. હવે તે ટૂંક સમયમાં 'સરજમી', 'દો પટ્ટી'માં જોવા મળશે.