- એક્ટ્રેસ આલિયા ભટ્ટ તેની અપકમિંગ ફિલ્મ 'આલ્ફા'ના સેટ પર જોવા મળી
- આ ફિલ્મમાં આલિયા લીડ રોલ કરી રહી છે
- સેટ પરથી એક્ટ્રેસની તસવીર થઈ વાયરલ
એક્ટ્રેસ આલિયા ભટ્ટ હાલમાં તેની અપકમિંગ ફિલ્મ 'આલ્ફા'ને લઈને ચર્ચામાં છે. હવે એક્ટ્રેસ ફિલ્મના સેટ પર જોવા મળી છે. સામે આવેલી તસવીરોમાં એક્ટ્રેસ કડક સિક્યુરિટીવાળા સેટમાંથી બહાર આવતી જોવા મળે છે. એક્ટ્રેસે વ્હાઈટ અને બ્લુ રંગનો ડ્રેસ પહેર્યો છે. પરંતુ તસવીરમાં દેખાતી એક્ટ્રેસનો લૂક તેની ફિલ્મનો નથી. આલિયા વાયઆરએફ સ્પાઈ યુનિવર્સની ફિલ્મ 'આલ્ફા'માં લીડ રોલમાં જોવા મળી રહી છે.
એક્ટ્રેસે ફીમેલ લીડ તરીકે સ્પાય યુનિવર્સ સાથે જોડાય
આલિયા ભટ્ટને પ્રથમ મહિલા લીડ YRF સ્પાય યુનિવર્સ ફિલ્મમાં લીડ રોલમાં લેવામાં આવી છે. આ ફિલ્મમાં તે સુપર એજન્ટનો રોલ કરી રહી છે. જેનું નિર્દેશન શિવ રવૈલ કરી રહ્યા છે. શિવ રવૈલે અગાઉ નેટફ્લિક્સ સિરીઝ 'ધ રેલ્વે મેન'નું નિર્દેશન કર્યું હતું, જે ભોપાલ ગેસ દુર્ઘટનાની ઘટનાઓથી પ્રેરિત હતી.
સ્પાઈ યુનિવર્સમાં સામેલ છે આ ફિલ્મ
YRF સ્પાય યુનિવર્સે અત્યાર સુધી 'એક થા ટાઈગર', 'ટાઈગર ઝિંદા હૈ', 'વોર', 'પઠાણ' અને 'ટાઈગર 3' જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. YRF સ્પાય યુનિવર્સમાં ત્રણ ફિલ્મોનું નિર્માણ ચાલી રહ્યું છે, જેમાં 'વોર 2'નો સમાવેશ થાય છે. આ ફિલ્મમાં રિતિક રોશન અને જુનિયર એનટીઆર લીડ રોલમાં છે.
વીડિયો દ્વારા નામ સામે આવ્યું હતું
હાલમાં જ આલિયા ભટ્ટની અપકમિંગ ફિલ્મ (આલ્ફા)નું નામ સામે આવ્યું હતું. ફિલ્મનું નામ આલિયા ભટ્ટે ખુદ એક્ટ્રેસ શરવરી વાઘ સાથે ઈન્સ્ટાગ્રામ પર જાહેર કર્યું હતું. તમને જણાવી દઈએ કે, 5 જુલાઈ શુક્રવારની સવારે એક્ટ્રેસે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કરીને ફિલ્મનું નામ જાહેર કર્યું હતું.
Image - Instagram