કોન બનેગા કરોડપતિના સેટ પર અમિતાભ બચ્ચન પોતાના જીવનની યાદો સ્પર્ધકો સાથે શેર કરતા હોય છે. જેમાં એક શોકિંગ ખુલાસાના કારણે અમિતાભ બચ્ચનના ચાહક વર્ગમાં કુતુહલ પેદા થયુ હતુ. કેબીસીના સેટ પર અમિતાભ બચ્ચને જણાવ્યુ હતુ કે, જ્યારે તેમની પાસે પૈસા ન હતા ત્યારે પણ તેઓ ફિલ્મો જોવાનું ચુકતા ન હતા. અડધી રાત્રે પણ તેઓ હોસ્ટેલની ખિડકીથી કુદીને બહાર ફિલ્મો જોવા જતા હતા.


અમિતાભ બચ્ચનનો કોન બનેગા કરોડપતિ શો એક ખાનગી ચેનલ પર પ્રસારિત થયો રહ્યો છે. આ સિઝનનો 16મો ભાગ છે. જ્યાં સામાન્ય જ્ઞાનના પ્રશ્નો પુછવામાં આવે છે. અને આ પ્રશ્નના જવાબ આપીને તમે કરોડો રૂપિયાની ધન રાશિ જીતી શકો છે. આ સેટ પર હમેંશા બીગ બી સ્પર્ધકો અને પોતાના ફેન્સ સાથે રમૂજી વાતો કરતા હોય છે. આ શોમાં અંગત જીવનથી લઇને ફિલ્મોના સેટના અનુભવ અમિતાભ બચ્ચન વાગોળતા હોય છે.

ખિડકીથી કુદીને અમિતાભ બચ્ચન ક્યાં જતા હતા ?

અમિતાભ બચ્ચને જણાવ્યુ હતુ કે, હોસ્ટેલમાં જ્યારે તેઓ રહેતા હતા. ત્યાં ખૂબ કડક નિયમો હતા. અને બહાર હરવા-ફરવાનું મુશ્કેલ હતુ. અને આવા વાતાવરણમાં મિત્રો સાથે બહાર જવા માટે કોઇપણ પ્લાન બનાવવો ખૂબ મુશ્કેલ હતો. આવા સમયમાં તેઓ અને તેમના મિત્રો અભ્યાસ કરવાના બહાને રાત્રે 12 થી 1 વાગ્યાની વચ્ચે હોસ્ટેલની ખિડકીમાંથી બહાર કુદીને સિનેમા જોવા જતા હતા.

ફિલ્મો જોવાનો અંદાજ હતો અલગ

અમિતાભ બચ્ચને જણાવ્યુ હતુ કે, તેમની પાસે ટીકીટના પૈસા ન હતા. ત્યારે તેઓ સિનેમા ઘરના ગાર્ડને વિનંતી કરીને 10 મિનીટ માટે અંદર જતા અને પછી બહાર આવીને બીજા મિત્રો માટે પણ ફિલ્મો જોવા વિનંતી કરતા હતા. ફિલ્મ પૂર્ણ થયા બાદ તેઓ બધા મિત્રો ફિલ્મની ચર્ચા કરતા અને એવો અનુભવ થતો કે જાણે બધા મિત્રોએ આખી ફિલ્મ જોઇ હોય. અમિતાભ બચ્ચનના યુવાનીના આ કિસ્સા સાંભળીને કોન બનેગા કરોડપતિના સેટ પર હાજર તમામ દર્શકો હસી પડ્યા હતા.

મિરાંડા કોલેજનો હતો આ રસપ્રદ કિસ્સો

તો સાથે જ બીગ બીએ મિરાંડા કોલેજનો પણ એક રસપ્રદ કિસ્સો સંભળાવ્યો હતો. આ એક મહિલા કોલેજ હતી. જેમાં ઘણી સુંદર યુવતીઓ આવતી હતી. આ યુવતીઓને જોવા માટે અમે કોલેજના દિવારો પર ચઢી જતા હતા. પરંતુ એક વખત મિરાંડા કોલેજની ટીચરે કિરોડીમલ કોલેજમાંથી બે યુવકોને બોલાવ્યા હતા. કે જે થિયેટર આર્ટીસ્ટ હોય. આ કિસ્સામાં અમને મિરાંડા કોલેજમાં જવાની તક મળી હતી. પરંતુ બાદમાં યુવકોએ તેમની રૈગીંગ કરી હતી. આ રૈગીંગથી અમને અહેસાસ થયો કે યુવતીઓ પર જ્યારે અભદ્ર ટીપ્પણી કરવામાં આવે છે. ત્યારે તેઓ કેવુ અનુભવ કરતા હશે. 

  • Follow us on: