અમિતાભ બચ્ચન ગયા વર્ષ 2024-25 માં સૌથી વધારે એડવાન્સ ટેક્સ ચૂકવનાર ટેક્સપેયર સેલિબ્રિટી બની ગયા છે અને આ બાબતે તેમણે શાહરુખ ખાનથી લઈને સલમાન ખાનને પણ પાછળ છોડી દીધા છે.


બોલિવુડના મહાનાયક અને બિગ-બીના નામથી ઓળખાતા અમિતાભ બચ્ચ્ન ગયા વર્ષે 2024-25 માં સૌથી વધુ ટેક્સ ચૂકવનાર ટેક્સપિયર બન્યા છે. તેમણે પોતાના એડવાન્સ ટેક્સની છેલ્લી ઈનસ્ટોલમેન્ટ રકમ 15 માર્ચે ચૂકવી હતી, જે 52.50 કરોડ હતી.


બિગ-બીની કમાણી 350 કરોડ અને આટલો ભરે છે ટેક્સ

રિપોર્ટ્સ પ્રમાણે અમિતાભ બચ્ચને આ ફાઈનાન્શિયલ વર્ષમાં 350 કરોડની સૌથી વધુ કમાણી કરી છે જેના આધારે તેમનો ટેક્સ 120 કરોડ રુપિયા થાય છે. જેમાં એડવાન્સ ટેક્સમાંથી 52.50 કરોડ રૂપિયા 15 માર્ચના રોજ ભરવામાં આવ્યા છે. જણાવી દઈએ કે 81 વર્ષના અભિનેતાને ફિલ્મ સિવાયના ઈન્કમ સ્ત્રોત જાહેરાતો, ક્વિઝ શો 'કોન બનેગા કરોડપતિ' સિવાય કેટલાક રોકાણો પણ છે. ખાસ કરીને અમિતાભ બચ્ચને રિયલ એસ્ટેટમાં સૌથી વધારે ઈનવેસ્ટમેન્ટ કરેલું છે અને તેમની પાસે મુંબીથી લઈને અયોધ્યા સુધી પ્રોપર્ટી છે.


શાહરુખ કરતા તેમણે આટલો વધારે ટેક્સ ચૂકવ્યો

અમિતાભ બચ્ચને નવો રેકોર્ડ બનાવતા બોલિવુડના સુપરસ્ટાર શાહરુખ ખાન અને સલમાન ખાનને ગણા પાછળ મુકી દીધા છે અને 2024-25 માં ભારતમાં સૌથી વધુ ટેક્સ ચૂકવનાર સેલિબ્રિટી બની ગયા છે. રિપોર્ટ પ્રમાણે ગયા વર્ષે અમિતાભે 71 કરોડનો ટેક્સ ભર્યો હતો, પણ આ વખતે તેમની ઈન્કમમાં 69% નો વધારો નોંધાયો છે. આની અગાઉના વર્ષમાં શાહરુખ ખાન 92 કરોડ રૂપિયા ચૂકવીને સૌથી મોટા ટેક્સપિયર સેલિબ્રિટી બન્યા હતા. આ ઉપરાંત સાઉથ સુપરસ્ટાર થલપતિ વિજય 80 કરોડ અને સલમાન ખાને 75 કરોડનો ટેક્સ ભર્યો હતો.


અમિતાભ બચ્ચનનો જલવો કાયમ રહેશે

અમિતાભ બચ્ચનનો આ ઉંમરે પણ બોલિવુડમાં જલવો કાયમ છે. કામની વાત કરીયે તો તેઓ સતત 20 વર્ષથી 'કોન બનેગા કરોડપતિ' ક્વિઝ શો માં લોકોનું મનોરંજન કરતા જોવા મળી રહ્યા છે. તેઓ અંતિમ વખત તમિલ ફિલ્મ 'વેટ્ટૈયાન'માં જોવા મળ્યા હતા. જેમાં તેમણે રજનીકાંત સાતે સ્ક્રીન શેર કરી હતી. અત્યારની વાત કરીયે તો અમિતાભ બચ્ચન પાસે રિભુ દાસગુપ્તાની કાનૂની 'ડ્રામા સેક્શન' 84 છે, તો બીજી બાજુ 'કલ્કિ 2898 E' ના સિક્વલમાં પણ મહત્વનો રોલ નિભાવતા જોવા મળશે.  

  • Follow us on: