• અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના વૈભવી લગ્ન વર્ષો સુધી યાદ રહેશે
  • પિતા વિરેન મર્ચન્ટ પોતાની દીકરીને ગળે લગાવીને રડતા જોવા મળ્યા
  • અનંત અંબાણીની પત્ની રાધિકા મર્ચન્ટનો એક ઈમોશનલ વીડિયો વાયરલ થયો

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના વૈભવી લગ્ન વર્ષો સુધી યાદ રહેશે. લગ્નમાં અંબાણી પરિવારના દરેક સભ્યની અલગ-અલગ સ્ટાઈલ હોય છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની વિશ્વભરમાં ચર્ચા થઈ રહી છે. આ બધાની વચ્ચે અનંત અંબાણીની પત્ની રાધિકા મર્ચન્ટનો એક ઈમોશનલ વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેના પિતા વિરેન મર્ચન્ટ પોતાની દીકરીને ગળે લગાવીને રડતા જોવા મળે છે.

રાધિકા મર્ચન્ટ પિતાને ગળે લગાવીને રડી પડી 

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ તેમના લગ્નની ખુશી છુપાવી શક્યા નથી. આ કપલે 12 જુલાઈ શુક્રવારના રોજ લગ્ન કર્યા હતા. લગ્નમાંથી સામે આવેલા આ ઈમોશનલ વીડિયોમાં રાધિકા તેના પિતાને ગળે લગાવીને રડતી જોવા મળી હતી. આ જ વીડિયોમાં વીરેન મર્ચન્ટ પોતાની દીકરીનો હાથ અનંતને આપતા પહેલા ભાવુક થતા જોવા મળે છે અને બાદમાં રાધિકાને શાંત કરતા જોવા મળે છે. આ વિડિયોમાં તમને રાધિકા મર્ચન્ટનું તેના પિતા સાથે ખૂબ જ મધુર બોન્ડ જોવા મળશે.

અનંત-રાધિકાના લગ્નનો ઈમોશનલ વીડિયો

લગ્ન માટે રાધિકાએ અબુ જાની સંદીપ ખોસલાનો ડિઝાઈનર ડ્રેસ પહેર્યો હતો. સેલિબ્રિટી ફેશન સ્ટાઈલિશ રિયા કપૂર દ્વારા દુલ્હનની સ્ટાઈલ કરવામાં આવી હતી. તો બીજી તરફ, અનંતના રોયલ વેડિંગ ડ્રેસને સેલિબ્રિટી ફેશન સ્ટાઈલિશ શલીના નૈથાનીએ સ્ટાઈલ કર્યો હતો. રાધિકા અને અનંત એકબીજાને ખુશીથી ગળે લગાવતા જોવા મળે છે. કપલનો આ ક્યૂટ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

અંબાણી પરિવારે ઘરના દિવંગત સભ્યોને યાદ કર્યા

તમને જણાવી દઈએ કે અનંત અંબાણીએ તેમના લગ્ન પ્રસંગે તેમના પરિવારના સભ્યોને યાદ કર્યા હતા. લગ્ન સ્થળ પર નીતા અંબાણીના પિતા રવિન્દ્રભાઈ દલાલ અને મુકેશ અંબાણીના પિતા ધીરુભાઈ અંબાણીની તસવીરો લગાવવામાં આવી છે. બંનેના ફોટોગ્રાફ્સની ફ્રેમને ફૂલોથી સજાવવામાં આવી છે.


  • Follow us on: