• અનંત અંબાણી સાથેના લગ્ન બાદ રાધિકાની વિદાયનો વીડિયો સામે આવ્યો છે
  • આ વીડિયોમાં મુકેશ અંબાણી ઈમોશનલ જોવા મળી રહ્યા છે
  • મુકેશ અંબાણીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે

હવે રાધિકા મર્ચન્ટ અંબાણી પરિવારની નાની વહુ બની ગઈ છે. રાધિકાના અનંત અંબાણી સાથે 12 જુલાઈના રોજ લગ્નના બંધનમાં બંધાયા છે. આ લગ્નમાં બોલિવુડથી લઈને હોલિવુડની સેલિબ્રિટીઓ અને અન્ય ઘણા મોટા લોકોએ હાજરી આપી હતી. તેમના લગ્નના ફંક્શન હજુ પણ ચાલુ છે. આ દરમિયાન અનંત અને રાધિકાના લગ્નનો ઈનસાઈડ વીડિયો સામે આવ્યો છે. હાલમાં રાધિકાની વિદાયનો એક વીડિયો સામે આવ્યો છે.

વિદાયમાં રાધિકા જોવા મળી ભાવુક

રાધિકા મર્ચન્ટની વિદાયનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે દુલ્હન બધા લોકોની વચ્ચે ખૂબ જ ભાવુક દેખાઈ રહી છે અને તે દરવાજા તરફ આગળ વધી રહી છે. પછી પંડિતજી રાધિકા મર્ચન્ટના હાથમાં ભગવાનની મૂર્તિ આપે છે અને તે પંડિતજીને પ્રણામ કરે છે, મૂર્તિ લઈને આગળ વધે છે. આ સમય દરમિયાન રાધિકા મર્ચન્ટના ફેસ પર પોતાનું ઘર અને તેના માતા-પિતાને છોડવાનું દુઃખ દેખાઈ જોવા મળી રહ્યું છે, જ્યારે વરરાજા અનંત અંબાણી ખૂબ જ ખુશ જોવા મળી રહ્યો છે.

https://www.instagram.com/reel/C9ZdzUvNULO/?utm_source=ig_embed&ig_rid=8f4cf763-963e-4031-816d-344f7850e6ae 

રાધિકાની વિદાય વખતે મુકેશ અંબાણી થયા ભાવુક

પુત્રવધૂ રાધિકાની વિદાય વખતે સસરા એટલે કે મુકેશ અંબાણી રડતા જોવા મળે છે. રાધિકાની વિદાય વખતે મુકેશ અંબાણીના આંસુ વહેતા જોઈ શકાય છે. તેને આટલો ભાવુક જોઈને સોશિયલ મીડિયા યૂઝર્સ ન માત્ર આશ્ચર્યચકિત થઈ ગયા છે પરંતુ તેના વખાણ કરતા પણ થાકતા નથી.

વીડિયો જોઈને ફેન્સ પણ થયા ભાવુક

આ વીડિયો જોયા પછી એક યુઝરે કહ્યું કે 'અંબાણી સર! યાર, બીજાની દીકરી માટે તમારી આંખના આંસુએ મને આદર કરતા શીખવ્યું, પાકિસ્તાન તરફથી ઘણો પ્રેમ, ખૂબ શુભકામનાઓ.' એક વ્યક્તિએ લખ્યું, 'સસરાની આંખોમાં આંસુ... વાહ, આ વીડિયોએ મારો દિવસ પણ બનાવ્યો... સર , 'મુકેશ સાહેબ ખરેખર જેન્ટલમેન છે.' તમામ ફેન્સ મુકેશ અંબાણીના વખાણ કરી રહ્યા છે.

Image - Instagram

  • Follow us on: