- ફિલ્મના કલેક્શનમાં રણબીર અને તૃપ્તિની કેમેસ્ટ્રી પણ રહી શાનદાર
- રણબીર ખૂબ ટેલેન્ટેડ છે, દરેકની પાસે આ સ્કીલ નથી હોતીઃ તૃપ્તિ
- હું આવનારા સમયમાં પણ કરીશ રણબીર સાથે કામ
રણબીર કપૂરની ફિલ્મ 'એનિમલ' બોક્સ ઓફિસ પર કમાલ કરી રહી છે. ફિલ્મના કલેક્શનની વચ્ચે રણબીર કપૂર અને તૃપ્તિ ડિમરીની સાથેના ઈન્ટિમેટ સીન પણ ચર્ચામાં રહ્યા છે. બંનેની જોડી લોકોને ખૂબ પસંદ આવી રહી છે. તો રણબીર સાથે તૃપ્તિના કામના પણ ફેન્સ વખાણ કરી રહ્યા છે.
રણબીર કપૂર સાથે ઈન્ટિમેટ સીનથી છવાઈ તૃપ્તિ
હવે 'એનિમલ' એક્ટ્રેસે રણબીર કપૂર સાથે પોતાનો કામનો અનુભવ શેર કર્યો છે. તેણે કહ્યું કે રણબીર ઘણા ટેલેન્ટેડ છે. દરેક વ્યક્તિમાં આ ખાસિયત હોતી નથી. રણબીર પોતાના કામ સાથે ઘણા ઈમાનદાર છે. મને તેમની ફિલ્મ બર્ફી પણ ઘણી પસંદ આવી હતી.
કહ્યું- મજા આવી...ફરી પણ કરીશ કામ
જ્યારે તૃપ્તિને પૂછવામાં આવ્યું કે શું તે આગળ પણ રણબીરની સાથે કામ કરશે...તો તેના જવાબમાં તૃપ્તિએ કહ્યું કે એવી કઈ એક્ટ્રેસ હશે જે રણબીર કપૂરની સાથે કામ કરવા કે શીખવા નહીં ઈચ્છે...મને મજા આવી રહી છે. જે રીતે લોકો પડદા પરની અમારી કેમેસ્ટ્રીને પ્રેમ આપી રહ્યા છે હું આશા રાખું છું કે આગળ પણ તેમની સાથે કામ કરું અને અન્ય ફિલ્મો પણ કરું.
તૃપ્તિ ડિમરીને મળી રહી છે ઓફર્સ
ફિલ્મમાં તેઓએ જોયાનો રોલ કર્યો છે. આ રોલ ભલે નાનો હયો પણ એટલી વારમાં તેઓએ રણબી સાથે બોલ્ડ સીન આપીને તમામ લાઈમલાઈટ લૂંટી છે. 'એનિમલ'ના સુપરહિટ થયા બાદ તૃપ્તિ ડિમરીની પાસે પ્રોજેક્ટ્સની લાઈન લાગી છે. ટેલિવૂડથી પણ તેને અનેક મોટી ઓફર્સ મળી રહી છે.