• 1 ડિસેમ્બરે રિલીઝ થવા માટે તૈયાર છે ફિલ્મ
  • ફિલ્મની 23000થી વધારે ટિકિટ વેચાઈ ચૂકી છે
  • દર કલાકે ફિલ્મની 10,000 ટિકિટો વેચાઈ રહી છે

રણબીર કપૂર સ્ટારર એનિમલ ફિલ્મની દર્શકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે જેણે ફેન્સનું એક્સાઈટમેન્ટ વધાર્યું છે અને હવે દર્શકો ફિલ્મના રિલીઝ થવાની રાહ જોઈ રહ્યા છે. રિપોર્ટમાં દાવો કરાયો છે કે સંદીપ વાંગા રેડ્ડીના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર મોટી બ્લોકબસ્ટર સાબિત થશે. આ સમયે ફિલ્મનું એડવાન્સ બુકિંગ પણ શરૂ થઈ ગયું છે.

1 ડિસેમ્બરે રિલીઝ થવા માટે તૈયાર છે ફિલ્મ

એનિમલ 1 ડિસેમ્બરે રિલીઝ થવા માટે તૈયાર છે. મેકર્સે 6 દિવસ પહેલા જ ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ કર્યું છે અને એવામાં ફિલ્મની શાનદાર કમાણીની આશા છે. રિપોર્ટ અનુસાર ફિલ્મે 23000થી વધારે ટિકિટ વેચી છે. દર કલાકે ફિલ્મની 10,000 ટિકિટોનું વેચાણ થઈ રહ્યું છે.

શું 50 કરોડ રૂપિયાનું ઓપનિંગ કરશે એનિમલ?

એનિમલનો ક્રેઝ જોતાની સાથે એડવાન્સ બુકિંગની કમાણીનો અંદાજ લગાવતા જાણવા મળી રહ્યું છે કે ફિલ્મ પહેલા દિવસની કમાણીમાં અનેક રેકોર્ડ તોડશે. એનિમલ ઘરેલૂ બોક્સ ઓફિસ પર 50 કરોડનું ઓપનિંગ કરી શકે છે. ફિલ્મ 50 કરોડનું ઓપનિંગ કરશે તો આ સલમાન ખાનની સ્પાઈ થ્રિલર ટાઈગર 3નો રેકોર્ડ તોડી શકે છે. તેણે પહેલા દિવસે 44 કરોડ કમાયા હતા.

કેવી છે એનિમનલની સ્ક્રીપ્ટ

રણબીર કપૂરની એનિમલની સ્ક્રીપ્ટની વાત કરીએ તો ટ્રેલરમાં પિતા-પુત્રના સંબંધને ખાસ રીતે બતાવાયો છે. ખાસ વાત એ છે કે ટ્રેલમાં રણબીર કપૂરના બાળપણથી લઈને જવાની અને વૃદ્ધાવસ્થા સુધી અનેક રૂપ બતાવાયા છે. ફિલ્મમાં રશ્મિકા મંદાના સાથે રણબીર કપૂરની શાનદાર કેમેસ્ટ્રી જોવા મળશે. તેનો અંદાજ ફિલ્મના ગીતથી કરી શકાય છે.  

  • Follow us on: