• રણબીર કપૂરે દિલ્હીમાંથી આ ફિલ્મનું ટ્રેલર લૉંચ કરેલું

  • હાલ ફિલ્મની સ્ટારકાસ્ટ પ્રમોશનમાં વ્યસ્ત છે
  • જોરદાર અંદાજમાં જોવા મળશે રણબીરનો એક્શન અવતાર

અભિનેતા રણબીર કપૂર તેની આગામી ફિલ્મ 'એનિમલ'ને લઈને ચર્ચામાં છે. 'એનિમલ'ના નિર્માતાઓએ કનોટ પ્લેસ, દિલ્હી ખાતે ખૂબ જ ધામધૂમથી ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું. ફિલ્મના ટ્રેલરને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ટ્રેલર રિલીઝ થયા બાદ એક રેકોર્ડ બની ગયો છે. ટ્રેલરના હિન્દી એડિશનને 53 મિલિયન વખત જોવામાં આવ્યું છે. આ એક રેકોર્ડ છે. છેલ્લા 24 કલાકમાં 10 સૌથી વધારે જોવાયેલા ટ્રેલરમાં આ ફિલ્મે એન્ટ્રી કરી લીધી છે.

સાઉથનો દબદબો યથાવત

આ ડેટામાં તમામ ભાષામાં તૈયાર થયેલા કોન્ટેટનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. મીડિયા રીપોર્ટ અનુસાર જવાનના પ્રિવ્યૂનો રેકોર્ડ એનિમલે પાર કરી નાંખ્યો છે. પણ આદિપુરૂષ કરતા આ આંકડા ઓછા છે. સાઉથના સુપરસ્ટાર યશની જગ્યા હજુ સુધી ટ્રેલર મામલે કોઈ લઈ શક્યું નથી. કેજીએફ 2એ હજુ સુધી આ રેન્કમાં પોતાની જગ્યા જાળવી રાખી છે. રણબીર કપુરની એનિમલ ટ્રેલર 'KGF: ચેપ્ટર 2' અને 'આદિપુરુષ' પછી 24 કલાકમાં સૌથી વધુ વ્યૂઝ સાથે ત્રીજા ક્રમની ફિલ્મ બની ગઈ છે. જો કે રણબીર કપૂર પ્રભાસની 'આદિપુરુષ'ના નંબરને મેચ કરી શક્યો ન હતો. પરંતુ તેણે ચોક્કસપણે પ્રભાસની બે ફિલ્મો - રાધે શ્યામ અને સાહોના આંકડાને વટાવી દીધા છે.


એનીમલની રેસમાં વિકી

રણબીર કપૂરના એનિમલ ટ્રેલરને 24 કલાકમાં 71.4 મિલિયન વખત જોવામાં આવ્યું છે. આ ફિલ્મે દર્શકોની રુચિ જગાડી છે અને ચાહકોમાં હવે ફિલ્મને લઈને એક્ઝાઈમેન્ટ ઊભું કર્યું છે. ફિલ્મનું ટ્રેલર પણ એટલું જ જોરદાર બનાવવામાં આવ્યું છે. ટ્રેલર પરથી એટલું કહી શકાય કે, ફિલ્મ જોરદાર રહેવાની છે. આ ફિલ્મમાં રણબીર કપૂર અને રશ્મિકા મંદાન્નાની જોડી પહેલીવાર જોવા મળશે. આ ફિલ્મ 1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં આવશે. 'એનિમલ' બોક્સ ઓફિસ પર વિકી કૌશલની ફિલ્મ 'સામ બહાદુર' સાથે ટક્કર આપશે. હવે જોવાનું એ રહે છે કે બંને ફિલ્મોની ક્લેશ તેની કમાણીને કેવી અસર કરે છે.

  • Follow us on: