• રણબીર અને બોબી દેઓેલે કરાવી ફિલ્મને જબરદસ્ત કમાણી
  • 'એનિમલ'એ 6 દિવસમાં વર્લ્ડવાઈડ 527.6 કરોડ રૂપિયા કમાયા
  • દેશભરમાં ફિલ્મે 300 કરોડ રૂપિયાનો આંકડો પાર કરીને 312.96 કરોડની કરી કમાણી

રણબીર કપૂર અને બોબી દેઓલ સ્ટારર 'એનિમલ' દિવસેને દિવસે નવા રેકોર્ડ બનાવી રહી છે અને બોક્સ ઓફિસ પર બમ્પર કમાણી કરી રહી છે. સંદીપ રેડ્ડી વાંગા દ્વારા નિર્દેશિત આ ફિલ્મે માત્ર 6 દિવસમાં વિશ્વભરમાં રૂ. 500 કરોડનો આંકડો પાર કરી લીધો છે અને તેની સફળતાનો સિલસિલો યથાવત છે. તે જ સમયે ફિલ્મે દેશભરમાં 300 કરોડ રૂપિયાના આંકડાને પાર કરી ગયો છે. આ કદાચ પ્રથમ વખત છે કે A પ્રમાણપત્રની ફિલ્મે પ્રથમ સોમવાર ટેસ્ટમાં જંગી કમાણી કરી છે, જ્યારે સામાન્ય ફિલ્મો પણ ભાગ્યે જ આવું કરી શકતી હોય છે. લગભગ 100 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી 'એનિમલ' દરરોજ બમણો નફો કમાઈ રહી છે અને તેની પર નોટોનો ઘણો વરસાદ થઈ રહ્યો છે.

કેટલાક સીનના કારણે થઈ ફિલ્મની ટીકા પણ

જોકે, ફિલ્મમાં ખૂબ જ હિંસક અને ક્રૂર સીન્સને કારણે 'એનિમલ'ની પણ ટીકા થઈ રહી છે. પરંતુ તેમ છતાં દર્શકો ફિલ્મ જોવા આવી રહ્યા છે અને તે જોરદાર બિઝનેસ કરી રહી છે. છઠ્ઠા દિવસે એનિમલે બોક્સ ઓફિસ પર કેવી કમાણી કરી, દેશ અને દુનિયાભરમાં કેટલું કલેક્શન કર્યું.

આ સ્ટાર્સ પણ ફિલ્મમાં સામેલ

'એનિમલ'માં અનિલ કપૂર, રશ્મિકા મંદાન્ના, પ્રેમ ચોપરા અને શક્તિ કપૂર પણ છે. દરેક પાત્ર પોતાની આગવી છાપ છોડવામાં સફળ રહ્યું છે. પરંતુ જેની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે તે છે બોબી દેઓલ. અનિલ કપૂરે 'એનિમલ'માં બોબી દેઓલની કાસ્ટિંગને 'માસ્ટર સ્ટ્રોક' ગણાવી હતી. 'એનિમલ' જોઈ રહેલા તમામ દર્શકો બોબી દેઓલના વખાણ કરતા થાકતા નથી.'એનિમલ'ને લોકોના મોઢેથી સારો ફાયદો થઈ રહ્યો છે. 1 ડિસેમ્બરે રિલીઝ થયેલી 'એનિમલ' એ 63.8 કરોડ રૂપિયાની બ્લોકબસ્ટર ઓપનિંગ કરી હતી, જે પછી તે સારી કમાણી કરી રહી છે. જોકે, પ્રથમ સોમવાર બાદ 'એનિમલ'ની કમાણી સતત ઘટી રહી છે.

ભારતમાં 6 દિવસમાં 312.96 કરોડ રૂપિયાની કમાણી કરી છે

રિપોર્ટ અનુસાર, છઠ્ઠા દિવસે એટલે કે 6ઠ્ઠી ડિસેમ્બરે 'એનિમલ'એ 30 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું, જે પાંચમા દિવસથી ઓછું છે. પાંચમા દિવસે એટલે કે પહેલા મંગળવારે ફિલ્મની કમાણી 37.47 કરોડ રૂપિયા હતી. આ રીતે 'એનિમલ'એ છ દિવસમાં દેશભરમાં 312.96 કરોડ રૂપિયાની કમાણી કરી છે.  

  • Follow us on: