- T20 વર્લ્ડ કપની જીત બાદ વિરોટ કોહલીની પુત્રી આવી ટેન્શનમાં
- અનુષ્કા શર્માએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કર્યો ખુલાસો
- વિરોટ કોહલીએ T20 ક્રિકેટમાંથી લીધી નિવૃતિ
ICC T20 વર્લ્ડ કપ ટ્રોફી જીત્યા બાદ અનુષ્કા શર્માએ ભારતીય ટીમ માટે ઈમોશનલ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ લખી. આ પોસ્ટમાં અનુષ્કા શર્માએ એ પણ જણાવ્યું કે મેચ જીત્યા બાદ દીકરી વામિકાને કેમ ચિંતા થવા લાગી. ભારતે ICC T20 વર્લ્ડ 2024ની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને 17 વર્ષ બાદ ચેમ્પિયન ટ્રોફીને પોતાના નામ કરી લીધી છે. આ જીતની સાથે ખેલાડીઓની સાથે-સાથે તેમના પરિવારજમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા અને પુત્રી વામિકા પણ આ અવસર પર ખૂબ જ ખુશ છે. અનુષ્કા શર્માએ ઈન્સ્ટાગ્રામ પર સમગ્ર ભારતીય ટીમને અભિનંદન પાઠવતા તેમની પુત્રી વામિકાની ચિંતાનો ખુલાસો કર્યો છે.
અનુષ્કા શર્માએ પુત્રી વામિકાની ચિંતાનો કર્યો ખુલાસો
અનુષ્કા શર્માએ ખુલાસો કર્યો કે તેની પુત્રી વામિકા વિરાટ કોહલી, રોહિત શર્મા, હાર્દિક પંડ્યા અને ટી-20 વર્લ્ડ કપ જીત્યા બાદ ભારતીય ટીમના અન્ય સભ્યોને લઈને ચિંતિત હતી. જેઓ T20 વિશ્વ કપ જીત્યા બાદ આંસુ રોકી શક્યા ન હતા. 29 જૂન શનિવારની રાત્રે ભારતે દક્ષિણ આફ્રિકાને 7 રને હરાવીને T20 વર્લ્ડ કપની ટ્રોફી જીતી લીધી છે. જીત બાદ ભારતીય ટીમના ખેલાડીઓ પોતાના આંસુ પર કાબુ રાખી શક્યા ન હતા.
અનુષ્કા શર્માએ ઈન્સ્ટાગ્રામ પર દીકરીની ચિંતા વ્યક્ત કરી
અનુષ્કા શર્માએ ઇન્સ્ટાગ્રામ પર ખુલાસો કર્યો કે તેમની પુત્રીને આશ્ચર્ય થયું કે શું ભારતીય ખેલાડીઓ પાસે ગળે લગાવવા માટે કોઈ છે, જ્યારે તેઓ રડતા હતા. મેચ પછી ઈમોશનલ તસવીરો શેર કરતા અનુષ્કા શર્માએ લખ્યું કે, અમારી દીકરીને સૌથી મોટી ચિંતા એ હતી કે શું તમામ ખેલાડીઓને TV પર રડતા જોયા પછી તેમને ગળે લગાવવા માટે કોઈ હતું... હા... માય ડાર્લિંગ, 1.5 અરબ લોકોએ તેમને ગળે લગાવ્યા... કેટલી અભૂતપૂર્વ જીત અને કેટલી મોટી સિદ્ધિ!! ચેમ્પિયન્સ - અભિનંદન!!
મેચ પછી બાળકો સાથે ફોન પર વાત કરતો જોવા મળ્યો વિરાટ કોહલી
આ પોસ્ટ ત્યારે આવી જ્યારે વિરાટ કોહલી T20 વર્લ્ડ કપની ટ્રોફી જીત્યા બાદ તેમના બાળકો- પુત્રી વામિકા, પુત્ર અકાય અને તેમની પત્ની અનુષ્કા સાથે ફોન પર વાત કરતો જોવા મળ્યો હતો. વાયરલ થયેલા એક વીડિયોમાં ઈમોશનલ વિરાટ કોહલી તેમના પરિવાર સાથે વીડિયો કોલ પર હતો. T20 વર્લ્ડ કપ જીત્યા બાદ અનુષ્કા સાથે વાત કરતી વખતે કોહલી પોતાના બાળકોને ખુશ કરવા ચહેરા બનાવતા જોવા મળ્યો હતો. વિરાટ કોહલીએ ભારત તરફથી આ મેચમાં સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 59 બોલમાં 76 રન બનાવ્યા, જેના કારણે ભારતને 176 રનનો સ્કોર બનાવવામાં મદદ મળી હતી.
વિરાટ કોહલીએ T20 ક્રિકેટને કહ્યું અલવિદા
મેચ પૂરી થયા બાદ વિરાટ કોહલીએ T20 ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. વિરાટ કોહલીએ કહ્યું કે, આ મારો છેલ્લો T20 વર્લ્ડ કપ હતો, અમે આ જ હાંસલ કરવા માગતા હતા. એક દિવસ તમને લાગે છે કે તમે દોડી શકતા નથી અને તેવું થાય છે, ભગવાન મહાન છે. માત્ર એક તક છે, અત્યારે નઈ તો ક્યારેય નઈ જેવી સ્થિતિ હતી . ભારત તરફથી રમતી વખતે આ મારી છેલ્લી T20 મેચ હતી. અમે આ કપ ઉપાડવા માગતા હતા. કોહલીએ વધુમાં કહ્યું કે, હા, મારી પાસે છે, આ એક ખુલ્લું રહસ્ય (નિવૃત્તિ) હતું. એવું કંઈ નથી, જે હું જાહેર કરવાનો નહોતો, ભલે અમે હારી ગયા હોત. આવનારી પેઢી માટે ટી20 રમતને આગળ લઈ જવાનો હવે સમય આવી ગયો છે .