અર્જુન કપૂર અને મલાઈકા એકબીજાને કેટલો પ્રેમ કરતા હતા, પરંતુ આ કપલના 5 વર્ષના સંબંધોનો અંત આવ્યો અને બંને કાયમ માટે અલગ થઈ ગયા. અર્જુન અને મલાઈકાએ ક્યારેય તેમના સંબંધોના અંત વિશે વાત કરી નથી.
ફેન્સને આખરે તેમનો જવાબ મળી ગયો. જ્યારે અર્જુન કપૂરે પોતાને સિંગલ જાહેર કર્યો, ત્યારે કોઈએ વિશ્વાસ ન કર્યો. બંનેના બ્રેકઅપને ઘણો સમય થઈ ગયો છે. આવી પરિસ્થિતિમાં અર્જુન કપૂર તેના નજીકના સંબંધો પર ધ્યાન આપી રહ્યો છે. તેને પોતે સ્વીકાર્યું છે કે તેના જીવનમાં અન્ય ખાસ લોકો પણ છે. આ સાંભળીને ફેન્સ ખૂબ જ ખુશ છે.
અર્જુન કપૂરે જાહ્નવી કપૂર અને ખુશી કપૂર વિશે કરી વાત
અર્જુન કપૂર હવે મલાઈકા અરોરાને ભૂલીને આગળ વધી રહ્યો છે. હાલમાં સિંઘમ અગેઇન વિલન અર્જુન કપૂરે પોતાના ખાસ સંબંધ વિશે જણાવ્યું. તેને તેની બહેનો જાહ્નવી કપૂર અને ખુશી કપૂર સાથે ખાસ સંબંધ છે. તમને જણાવી દઈએ કે, અર્જુન અને અંશુલા બોની કપૂરની પહેલી પત્ની મોનાના બાળકો છે, જ્યારે જાહ્નવી અને ખુશી તેના શ્રીદેવી સાથેના બીજા લગ્નથી છે. અર્જુને તાજેતરમાં સ્વીકાર્યું છે કે તે હજુ પણ તેની બહેનો સાથે ગાઢ સંબંધ બાંધવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેને કહ્યું કે "'તમે ફક્ત પ્રશંસાના આધારે સંબંધો બનાવી શકતા નથી. જ્યારે જરૂર પડે ત્યારે એકબીજાને ફોન કરવામાં સંકોચ ન કરવો જોઈએ.
અર્જુન કપૂર તેની બહેનો સાથે અવારનવાર કરે છે વાત
અર્જુન કપૂરે વધુમાં કહ્યું કે જાહ્નવી કપૂર ખૂબ જ ગ્રાઉન્ડેડ છે અને જોખમ લેવાથી ડરતી નથી. અર્જુને એ પણ જણાવ્યું કે જાહ્નવી સાથેનો તેમનો સંબંધ કામથી તદ્દન અલગ છે અને તેની વાતચીતમાં ઘણીવાર વિવિધ વિષયો સામેલ હોય છે. તે ઘણીવાર તેની બહેનોને સમજાવે છે કે એકબીજા માટે હાજર રહેવું મહત્વપૂર્ણ છે. સોશિયલ મીડિયા પર અર્જુનના આ સંબંધ પર ફેન્સ પ્રેમ વરસાવી રહ્યા છે. તે કહે છે કે મલાઈકા પછી અર્જુનની ત્રણ બહેનોએ તેનું ધ્યાન રાખ્યું છે.