બોલીવુડની અભિનેત્રી અને દુઆની મમ્મી દીપિકા પાદુકોણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ નામના ધરાવે છે. દીપિકાને આજે કોઈ ઓળખાણની જરૂર નથી તે હાલ માતૃત્વનો આનંદ માણી રહી છે. બોલીવુડમાં દીપિકા અને રણવીરની જોડી પાવરફુલ કપલમાંથી એક છે. રણવીર સિંહ સાથે લગ્ન પહેલા દીપિકાનું ઘણા એક્ટર સાથે અફેર રહી ચૂક્યું છે. પરંતુ તમે દીપિકાના પહેલા બોયફ્રેન્ડ અંગે નહીં જાણતા હોય. અત્યારે હવે દીપિકાના એક્સ બોયફ્રેન્ડે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું હતું કે, તે દીપિકા સાથે 2 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યો હતો.


કોણ હતો દીપિકા પાદુકોણનો પહેલો બોયફ્રેન્ડ?

હકીકતમાં દીપિકાના એક્સ બોયફ્રેન્ડનું નામ મુજમ્મિલ ઈબ્રાહિમ હતું. મુજમ્મિલ ઈબ્રાહિમે હાલના એક ઈન્ટવ્યુમાં દીપિકા સાથેના રિલેશન અને બ્રેકઅપ અંગે ખુલાસો કર્યો હતો. મુજમ્મિલ ઈબ્રાહિમ જણાવ્યું હતું કે, તે પહેલો વ્યક્તિ હતો, જેને દીપિકા મુંબઈ આવ્યા બાદ પહેલીવાર મળી હતી. દીપિકાએ સૌથી પહેલા મને ડેટ કર્યો હતો. અમે બંને ઘણા દિવસો સુધી એક સારા દોસ્ત બની રહ્યા હતા.

દીપિકાના પહેલા બોયફ્રેન્ડે કર્યા ખુલાસા

મુજમ્મિલ ઈબ્રાહિમ વધુમાં જણાવ્યું હતું કે, દીપિકા એ સમયે ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ સ્ટ્રગલ કરી રહી હતી અને હું સક્સેસ થઈ ચૂક્યો હતો. ઈન્ડસ્ટ્રીમાં ઘણા લોકો મને સારી રીતે જાણતા હતા જ્યારે દીપિકા કામ માટે ભટકી રહી હતી. અમે બંનેએ એકબીજા સાથે ઘણો સમય વિતાવ્યો હતો. ત્યાર બાદ મે 2 વર્ષ બાદ દીપિકા સાથેના તમામ સબંધો પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું. 2 વર્ષ બાદ મેં દીપિકા સાથે બ્રેકઅપ કરી લીધું હતું.

દીપિકાને છોડીને પછતાવો નથી થતો

મુજમ્મિલ ઈબ્રાહિમે વધુમાં કહ્યું હતું કે, દીપિકાને છોડીને મને પછતાવો નથી થતો અને આજે હું તેની સફળતા જોઈને ખૂબ જ ખુશ છું. દીપિકા પાદુકોણ અત્યારે સુપરસ્ટાર છે અને આજે તેને દરેક લોકો સારી રીતે ઓળખે છે. કદાચ મને કોઈ ભાગ્યે જ ઓળખતું હશે. પરંતુ દીપિકાનો હું બવ મોટો ફેન છું અને તને ખુશ જોવા માગું છું.


  • Follow us on: