કેન્સરથી ઝઝૂમી રહેલી હિના ખાને અચાનક જ 4 જૂને લગ્ન કરીને દુનિયાને ચોંકાવી દીધી હતી. અભિનેત્રીએ તેના લાંબા સમયના બોયફ્રેન્ડ રોકી જયસ્વાલ સાથે લગ્ન કરીને પ્રભુતામાં પગલા ભર્યા છે. હિના ખાનનો બ્રાઈડલ લુક ખૂબ જ ચર્ચામાં હતો કારણ કે તેની મહેંદી, જ્વેલરી અને આઉટફિટ સુંદર લાગતા હતા. સેલેબ્સ અને ફેન્સ નવા કપલને સતત અભિનંદન આપી રહ્યા છે. ત્યારે હવે ટીવીના આ 5 ફેમસ કપલ પણ ટૂંક સમયમાં લગ્નનાં બંધને બંધાઈ શકે.


કરણ કુંદ્રા અને તેજસ્વી પ્રકાશ

ટીવી ઈન્ડસ્ટ્રીના ફેમસ કપલમાં કરણ કુંદ્રા અને તેજસ્વી પ્રકાશનો સમાવેશ થાય છે. આ કપવ બિગ બોસ સીઝન 15થી એકબીજાને ડેટ કરી રહ્યું છે અને બંને વચ્ચે સતત 4 વર્ષથી રિલેશનશિપમાં છે. હવે તેમના પરિવારના લોકો પણ બંનેના લગ્નની રાહ જોઈને બેઠા છે. ઘણા સમયથી બંનેના સબંધો ચર્ચામાં છે તેથી ફેન્સ પણ કપલને વારંવાર લગ્ન અંગે સવાલો કરી રહ્યા છે. તેથી કરણ કુંદ્રા અને તેજસ્વી પ્રકાશના ઘરે ટૂંક સમયમાં શરણાઈ વાગી શકે છે.

અલી ગોની અને જાસ્મિન ભસીન

અલી ગોની અને જાસ્મિન ભસીન ફેન્સનું ફેવરિટ કપલમાંથી એક છે. આ બંનેનો પ્રેમ સલમાન ખાનના શો બીગ બોસમાંથી શરૂ થયો હતો. હાલમાં આ કપલ લિવ-ઈનમાં રહે છે. અલી ગોની અને જાસ્મિન ભસીને દુનિયાની સામે આ વાતની કબૂલી હતી. બંનેના પરિવારના સભ્યો અલગ-અલગ ધર્મમાંથી હોવા છતાં એકબીજાના સબંધોને નવું નામ આપવા તૈયાર છે. આ કપલ આ વર્ષે લગ્નના બંધનમાં બંધાઈ શકે છે.

સના મકબૂલ અને શ્રીકાંત બુરેડ્ડી

'બિગ બોસ ઓટીટી સીઝન 3'ની વિજેતા સના મકબૂલના લગ્નની ફેન્સ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. શો સમાપ્ત થયા બાદ એવું કહેવામાં આવી રહ્યું હતું કે સના ટૂંક સમયમાં તેના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરશે. લગ્ન કયા મહિનામાં થશે? આ અંગેના સમાચાર પણ બહાર આવ્યા હતા. જોકે, સના અને શ્રીકાંતના હજુ સુધી લગ્ન થયા નથી.

કુશલ ટંડન અને શિવાંગી જોશી

કુશાલ ટંડન અને શિવાંગી જોશી ઘણા સમયથી તેમના સંબંધોને લઈને ચર્ચામાં છે. લાંબા સમય સુધી તેમના સંબંધો છુપાવ્યા બાદ કુશાલ ટંડને આખરે તેમના અને શિવાંગીના સંબંધોની પુષ્ટિ કરી છે. આ દરમિયાન તેમની સગાઈના સમાચાર પણ બહાર આવ્યા હતા. જોકે, બંનેએ સગાઈના સમાચારની પુષ્ટિ કરી ન હતી. તે જ સમયે, ફેન્સ હવે તેમના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

અવિકા ગોર અને મિલિંદ ચંદવાની

ટીવીની બાલિકા વધુ એટલે કે અભિનેત્રી અવિકા ગોર લાંબા સમયથી મિલિંદ ચંદવાનીને ડેટ કરી રહી છે. તેમનો સંબંધ પણ સત્તાવાર છે. ઘણીવાર આ બંને સોશિયલ મીડિયા પર એકબીજા પર પ્રેમ વરસાવતા જોવા મળે છે અને અવિકા ક્યારેય મિલિંદ પર પ્રેમ વરસાવતા અચકાતી નથી. ઘણીવાર સેલેબ્સ તેને પૂછે છે કે તે મિલિંદ ચંદવાની સાથે ક્યારે લગ્ન કરશે? આવી સ્થિતિમાં, હવે શક્ય છે કે તે ટૂંક સમયમાં દુલ્હન બનવાનું નક્કી કરી શકે.


  • Follow us on: