• બોબી દેઓલે એનિમલ ફિલ્મમાં અબરારની ભૂમિકા ભજવી
  • પોતાના દમદાર અભિનયથી ચાહકોના દિલ જીત્યા
  • હું એક એવું પાત્ર ભજવી રહ્યો હતો જે દુષ્ટ છે: બોબી

સંદીપ રેડ્ડી વાંગા દ્વારા નિર્દેશિત ફિલ્મ એનિમલ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. પરંતુ ફિલ્મને જેટલી પસંદ કરવામાં આવી રહી છે તેટલા જ કેટલાક સીન્સને લઈને વિવાદો ખતમ થઈ રહ્યા નથી. ફિલ્મમાં રણબીર કપૂર કરતાં બોબી દેઓલની એક્ટિંગના ચાહકો વધુ વખાણ કરી રહ્યા છે. ફિલ્મમાં બોબી દેઓલના મેરિટલ રેપના સીનને લઈ પણ ઘણો વિવાદ ચાલી રહ્યો છે.

ઓછા સ્ક્રિન ટાઇમ ઉપરાંત બોબીની વાહવાહી

બોબી દેઓલે એનિમલ ફિલ્મમાં અબરારની ભૂમિકા ભજવી છે. અભિનેતાનો સ્ક્રીન ટાઈમ ભલે ઓછો રહ્યો હોય પરંતુ તેણે પોતાના દમદાર અભિનયથી ચાહકોના દિલ જીતી લીધા. આ દરમિયાન, ફિલ્મમાં અભિનેતાના મેરિટલ રેપના સીનને લઈને વિવાદ ચાલી રહ્યો છે. જે બાદ હવે બોબી દેઓલે આપેલા ઈન્ટરવ્યુમાં આ મામલે ખુલીને વાત કરી હતી.

મને સીન કરતી વખતે સંકોચ ના થયો

બોબી દેઓલે કહ્યું કે ફિલ્મ એનિમલમાં આ સીન કરતી વખતે તેણે કોઈ સંકોચ અનુભવ્યો ન હતો. મને પહેલીવાર ખબર પડી કે એક પણ શબ્દ કે ડાયલોગ બોલ્યા વિના પણ મેં ચાહકોના દિલ જીતી લીધા છે. આ રોલ કરીને મને એનર્જી મળી છે અને મારી અંદર રહેલી પ્રતિભા બહાર આવી છે."

મને પાત્ર પ્રમાણે યોગ્ય રીતે બતાવાયો

બોબીએ તેના રોલ વિશે આગળ વાત કરતા કહ્યું, "જ્યારે હું ફિલ્મમાં મારો રોલ નિભાવી રહ્યો હતો, ત્યારે મને કોઈ ખચકાટ અનુભવાયો ન હતો. હું એક એવું પાત્ર ભજવી રહ્યો હતો જે દુષ્ટ છે અને મહિલાઓ સાથે આવો વ્યવહાર કરે છે. તે એવો છે અને મેં તેને આવો જ પોટ્રેટ કર્યો છે. તે ભૂમિકા મુજબ ફિલ્મમાં યોગ્ય રીતે બતાવવામાં આવ્યું છે."

1 ડિસેમ્બરે ફિલ્મ થઇ રિલીઝ

તમને જણાવી દઈએ કે ફિલ્મ એનિમલ 1 ડિસેમ્બર 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. કમાણીની વાત કરીએ તો આ ફિલ્મ ટૂંક સમયમાં જ વિશ્વભરમાં 700 કરોડ રૂપિયાનો આંકડો પાર કરવા જઈ રહી છે. ફિલ્મની સ્ટાર કાસ્ટની વાત કરીએ તો રણબીર કપૂર, રશ્મિકા મંદન્ના, શક્તિ કપૂર, બોબી દેઓલ, અનિલ કપૂર અને સુરેશ ઓબેરોય મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા.

  • Follow us on: