• 98ની ઉંમરમાં દિગ્ગજ કલાકારે પોતાના છેલ્લા શ્વાસ લીધા હતા
  • મોટાભાઈથી વધીને પ્રેમ કરનાર ધર્મેન્દ્ર થયા ઈમોશનલ
  • દિલિપ સાહેબનો એક ફોટો અને વીડિયો પણ કર્યો શેર

દિગ્ગજ કલાકાર દિલિપ કુમાર જેમને ટ્રેજેડી કિંગના નામે પણ બોલાવવામાં આવે છે તેમની આજે 101મી બર્થ એનિવર્સરી છે. દિલિપ કુમાર એક એવું નામ છે જેમની એક્ટિંગ જોયા બાદ લોકોએ એક્ટર બનવાનું સપનું જોવાનું શરૂ કર્યું હતું. દિગ્ગજ કલાકાર હિંદી સિનેમાનું જાણીતું નામ છે. તેઓને પોતાના મોટાભાઈથી વધીને પ્રેમ કરનાર ધર્મેન્દ્ર આજે તેમની બર્થ એનિવર્સરીના અવસરે ભાવુક જોવા મળ્યા છે.

ધર્મેન્દ્રએ વીડિયો શેર કર્યો

ધર્મેન્દ્રએ સોશિયલ મીડિયા પર દિલિપ કુમારના ફોટો અને વીડિયો શેર કર્યો છે. શેર કરાયેલા વીડિયોમાં દિલિપ કુમાર કહેતા જોવા મળી રહયા છે કે હમારે બાદ ઈસ મહેફિલમેં અફસાને બયા હોંગે...બહારે હમકો ઢૂંઢેંગી... ના જાને હમ કહાં હોંગે...આ વીડિયોને જોયા બાદ તેના તમામ ફેન્સ ભાવુક થયા હતા. એટલું નહીં ધર્મેન્દ્રએ દિલિપ સાહેબનો એક ફોટો પણ શેર કર્યો છે. જેની સાથે કેપ્શનમાં લખ્યું છે કે આજે આપણા દિલિપ સાહેબની બહુ યાદ આવે છે.

 

પહેલા પણ દર્શાવી ચૂક્યા છે દિલિપ કુમાર માટે પ્રેમ

જો કે આ પહેલીવાર નથી જ્યારે ધર્મેન્દ્રએ દિલિપ કુમારને માટે પ્રેમ જાહેર કર્યો હોય. આ પહેલા પણ તે અનેકવાર કહી ચૂક્યા છે કે તેમના મોટા ભાઈની જેમ પ્રેમ કરે છે. એક ફંક્શનમાં પહેલીવાર ધર્મેન્દ્રને એવોર્ડ મળ્યો ત્યારે તેઓએ એક કિસ્સો સંભળાવ્યો અને અંતમાં કહ્યું હતું કે તેઓ તેમને બહુ પ્રેમ કરે છે. ક્યારેક તેમને લાગે છે કે તે બંને એક જ માતાના ખોળે જન્મ્યા કેમ નહીં. આ વાત સાંભળીને દિલિપ કુમાર ધર્મેન્દ્રને ગળે મળે છે અને પ્રેમ વરસાવે છે.

 

ઉલ્લેખનીય છે કે ધર્મેન્દ્રને તેમનો પહેલો ફિલ્મફેયર એવોર્ડ દિલિપ કુમારના હાથે મળ્યો હતો. આ પળ તેમના માટે બમણી ખુશીનો હતો. ધર્મેન્દ્ર અને દિલિપ કુમારે અનેક ફિલ્મોમાં સાથે કામ પણ કર્યું હતું. 7 જુલાઈ 2021એ દિલિપ કુમારનું નિધન થયું હતું. તેઓ લાંબા સમયથી બીમાર ચાલી રહ્યા હતા. 98ની ઉંમરમાં દિગ્ગજ કલાકારે પોતાના છેલ્લા શ્વાસ લીધા હતા. 

  • Follow us on: