• 1000 કરોડ કમાનારી ઈન્ડિયન ફિલ્મ ઓછી
  • આમીર ખાનની ફિલ્મ દંગલ 1000 કરોડ ક્લબમાં
  • સાઉથની ફિલ્મો રહી છે કમાણીમાં પહેલા ક્રમે

ફિલ્મ 'જવાન' ઘણા અઠવાડિયા પછી પણ સિનેમાઘરોમાં ઘણી કમાણી કરી રહી છે. પરંતુ 1000 કરોડની ક્લબમાં સામેલ થયો નથી. અહીં તે ફિલ્મોની યાદી જોઈએ. જેણે આ 1000 કરોડનો આંકડો પાર કર્યો છે. બાહુબલી 2 - આ લિસ્ટમાં પહેલું નામ છે. સાઉથના સુપરસ્ટાર પ્રભાસની 2017માં આવેલી ફિલ્મ 'બાહુબલી 2'એ દમદાર કમાણી કરી છે. આ ફિલ્મ ખૂબ જ ઝડપથી રૂ. 1000 કરોડના ક્લબમાં પ્રવેશી ગઈ હતી. આ ફિલ્મે વિશ્વભરમાં 1810 કરોડ રૂપિયાની જંગી કમાણી કરી હતી.

RRRનું ક્લાસિક ક્લેક્શન

RRR-દક્ષિણ નિર્દેશક એસએસ રાજામૌલીની ફિલ્મ RRRનું નામ પણ આ યાદીમાં સામેલ છે. જેની વાર્તા અને કલાકારોની એક્ટિંગે લોકોને દિવાના બનાવી દીધા હતા. ફિલ્મના ગીત 'નાટુ-નાટુ'એ ઓસ્કાર જીતીને ઈતિહાસ રચ્યો હતો. આ ફિલ્મે લગભગ 1250 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ સિવાય બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ' પણ આ લિસ્ટમાં સામેલ છે. આ ફિલ્મે વિશ્વભરમાં 1050 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી.

દંગલની દમદાર કમાણી

બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનની ફિલ્મ 'દંગલ'ને લોકોનો ઘણો પ્રેમ મળ્યો. આ ફિલ્મે પણ 1000 કરોડનો આંકડો પાર કર્યો છે. તે સમયે ફિલ્મે 1968.03 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ લિસ્ટમાં સાઉથની ફિલ્મ 'KGF 2' પણ સામેલ છે. સુપરસ્ટાર યશની આ ફિલ્મે લગભગ 1200 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

  • Follow us on: