- 'ગજની' ફિલ્મનું બજેટ 65 કરોડ હતું સામે 157 કરોડનો વકરો
- સતત ફિલ્મો કર્યા કરતો અક્ષય કુમાર આ યાદીમાં બીજા ક્રમે
- રણવીરસિંહની આગામી ફિલ્મને લઈને ખૂબ મોટી આશાઓ
'ગદર-2' અને 'OMG-2' ફિલ્મથી બોલિવૂડમાં ખોવાયેલી ચમક ફરી દેખાવા લાગી છે. ફિલ્મે સારો એવો વકરો કરતા અનેક ડાયરેક્ટર્સ પણ હવે ફિલ્મ રીલિઝ અંગે વિચારી રહ્યા છે. તો કોઈ ઝડપથી અધુરા પ્રોજેક્ટ પૂરા કરવા લાગ્યા છે. 'ગદર-2' ફિલ્મે પણ કમાણીમાં 200 કરોડનો આંકડો પાર કરી લીધો છે. પણ કમાણી મામલે એક રેકોર્ડ એવો પણ છે કે, શાહરૂખ કે અક્ષય કુમાર પણ તોડી નથી શક્યો. બોક્સ ઓફિસ પર એવી ફિલ્મો આપી છે જેથી 100 કરોડના ક્લેક્શનમાં એની ફિલ્મો સૌથી વધારે બની ગઈ છે. ઋતિક રોશન, અજય દેવગન, આમીર ખાન, સલમાન ખાન અને શાહરૂખે એવી ફિલ્મો આપી છે જેનું ક્લેક્શન 100 કરોડને પાર થયું છે. જોકે, આ માટે ક્યારેક ફિલ્મ લોકોને ગમી ગઈ તો ક્યારેય પ્રોડ્યુસરે ભારે મહેનત કરવી પડી છે.
શરૂઆત આમીર ખાને કરી દીધી
એક એવો સુપરસ્ટાર પણ છે જેણે છેલ્લા 13 વર્ષમાં સૌથી વધારે 100 કરોડ કમાનારી ફિલ્મો આપી દીધી છે. બોક્સ ઓફિસ પર 100 કરોડ રૂપિયા કમાનારી પહેલી ફિલ્મ 'ગજની' હતી. જેમાં આમીર ખાને લીડ રોલ પ્લે કર્યો હતો. શરૂઆત આમીર ખાને કરી પણ પછી એને ઓવરટેઈક કરીને ઘણા કાલકાર આગળ નીકળી ગયા. જોકે, આમીર વર્ષમાં એક જ ફિલ્મ કરે છે. ફિલ્મના મામલે તે ખૂબ જ સિલેક્ટિવ રહ્યો છે. 'ગજની' ફિલ્મનું બજેટ 65 કરોડ હતું. 157.85 કરોડ રૂપિયાનું ક્લેક્શન આ ફિલ્મે માત્ર ભારતમાંથી કર્યું હતું.
સૌથી વધારે સલમાન ખાનની ફિલ્મો
સલમાન ખાનને સૌથી વધારે કમાણી કરાવી આપતો કલાકાર માનવામાં આવે છે. એની ફિલ્મ ઈદના અવસર પર રીલિઝ થાય છે. પણ સારી એવી આવક રડી આપે છે. જેના કારણે ફિલ્મ યુનિટની સાથે પ્રોડ્યુસરને ફાયદો થાય છે. 13 વર્ષમાં તેણે એવી ફિલ્મો આપી જેણે છપ્પરફાડ કમાણી કરાવી આપી. જોકે, 'રાધે' અને 'અંતિમ' ફિલ્મ ઠીકઠાક રહી છે. 'રાધે' કોરોનાકાળમાં ઓટીટી પર રીલિઝ થઈ હતી. જ્યારે 'અંતિમ' આયુષ શર્માની ફિલ્મ હતી. એ પણ કોરોનાકાળના મારથી પીટાઈ ગઈ. બીજા ક્રમે અક્ષય કુમાર આવે છે. એની ફિલ્મ પણ 100 કરોડ ક્લબ સ્થાન ધરાવે છે. કુલ 15 ફિલ્મ અક્ષય કુમારની એવી રહી છે જે 100 કરોડ કમાણી કરી ચૂકી હતી.

ત્રીજા ક્રમે અજય દેવગન
આ યાદીમાં ત્રીજા ક્રમે અજય દેવગન આવે છે. જેની કુલ 12 ફિલ્મોએ 100 કરોડની કમાણી કરી હતી. એ પછી શાહરૂખ ખાનની આઠ, ઋતિક રોશનની 6, રણવીર સિંહની 5 ફિલ્મનો આંકડો 100 કરોડને પાર થયો હતો. સલમાન ખાનની 'દબંગ', 'રેડ્ડી', 'બોડીગાર્ડ', 'એક થા ટાઈગર', 'દબંગ-2', 'જય હો', 'કિક', 'બજરંગી ભાઈજાન', 'પ્રેમ રતન ધન પાયો', 'સુલ્તાન', 'ટ્યુબલાઈટ', 'ટાઈગર ઝિન્દા હૈ', 'રેસ-3', 'ભારત', 'દબંગ-3' અને 'કિસી કા ભાઈ કિસી કી જાન' ફિલ્મનો 100 કરોડ ક્લબમાં સમાવેશ થાય છે.