• ફિલ્મનું પોસ્ટર મૂકીને સલમાન ખાને પોસ્ટ મૂકી
  • ભાઈજાનની પોસ્ટ પર આવી છે અનેક કોમેન્ટ
  • પ્રથમ દિવસે ફિલ્મને મળ્યો સારો એવો પ્રતિસાદ

સની દેઓલની ફિલ્મ 'ગદર-2' રીલિઝ થઈ ચૂકી છે. પ્રથમ દિવસથી ફિલ્મને શાનદાર રીવ્યૂ મળી રહ્યા છે. દરેક વ્યક્તિ ફિલ્મની વાહ વાહ કરી રહ્યા છે. પ્રથમ દિવસે ફિલ્મ 'ગદર-2' એ ધમાલ મચાવી દીધી છે. જેના પર હવે સલમાન ખાને પ્રતિક્રિયા આપી છે. ફિલ્મની સિક્વલને લઈને સની દેઓલ પણ ખૂબ એક્ઝાઈટેડ હતા. ફેન્સ તરફથી ફિલ્મને જોરદાર રીપોન્સ મળી રહ્યો છે. સલમાન ખાને પણ આ ફિલ્મના વખાણ કર્યા છે.

સલમાને પોસ્ટર શેર કર્યું

સોશિયલ મીડિયા પર સલમાન ખાને એક પોસ્ટ શેર કરી છે. આ ઉપરાંત ફિલ્મના ફર્સ્ટ ડેના કલ્કેશન ઉપર પણ અપડેટ આપી દીધી છે. સલમાન ખાને 'ફિલ્મ-2'ને લઈને લખ્યું હતું કે, ઢાઈ કિલો હાથ 40 કરોડ કી ઓપનિંગ કે બરોબર. 'ગદર-2'ની સમગ્ર ટીમને શુભેચ્છા. પ્રથમ દિવસે આ ફિલ્મ 40થી 45 કરોડ રૂપિયાનો વકરો કરી લીધો છે. જોકે, આ ફિલ્મના ફર્સ્ટ ડે ક્લેક્શનને લઈને કોઈ નિશ્ચિત આંક સામે નથી આવ્યો.

જોરદાર રીવ્યૂ મળ્યા છે

ફિલ્મની પહેલી સીઝન પણ જોરદાર હીટ પુરવાર થઈ હતી. આ ફિલ્મ જૂના કલાકારોની સાથે ઉત્કર્ષ શર્મા અને સિમરત કૌર પણ કો એક્ટર તરીકે કામ કરી રહ્યા છે. આ સિવાય અક્ષય કુમારની ફિલ્મ OMG-2ને પણ ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મને જોરદાર રીવ્યૂ મળી રહ્યા છે. અનેક એવા વિવાદ થયા હોવા છતાં ફિલ્મને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મના કેટલાક સીન પર સાધુ મંડળે વાંધો ઊઠાવ્યો હતો.

  • Follow us on: