- ઓપનિંગના દિવસની કમાણીમાં Gadar 2ની થઈ જીત
- બોક્સ ઓફિસ પર સની દેઓલનો ચાલ્યો હથોડો
- એડવાન્સ બુકિંગમાં ગદર-2ની 20 લાખથી વધુ ટિકિટ વેચાઈ
આ અઠવાડિયે બોક્સ ઓફિસમાં સની દેઓલની ફિલ્મ ગદર-2 અને અક્ષય કુમારની ફિલ્મ OMG 2 રીલિઝ થઈ છે. 22 વર્ષ બાદ આવી રહેલી ગદર-2ને લઈને ફેન્સમાં ગજબનો ઉત્સાહ જોવા મળ્યો છે. સની દેઓલને લઈને ફેન્સ થિયેટરમાં બૂમો પાડવા લાગ્યા હતા. પહેલા દિવસે ગદર 2 હાઉસફૂલ રહી અને શાનદાર કમાણી કરવામાં સફળ રહી. આ સાથે અક્ષયકુમારની ફિલ્મ OMG 2 ને લઈને ક્રિટિક્સે શાનદાર રેટિંગ આપ્યું છે પણ ઓપનિંગ ડેની કમાણીના કિસ્સામાં OMG 2 અને ગદર 2થી ઘણી પાછળ રહી છે.
સો સુનાર કી...એક લુહાર કી...સનીએ OMG 2ને પછાડી
કહેવાય છે કે સો સુનાર કી, એક લુહાર કી... સનીની ફિલ્મ ગદર-2એ બોક્સ ઓફિસ પર એક હથોડો માર્યો અને અક્ષયની ફિલ્મ ઓએમજી 2ને પહેલા દિવસે જ પાછળ કરી દીધી. દિલ્હી એનસીઆરથી લઈને ચેન્નઈ સુધી ગદર 2નો ક્રેઝ જોવા મળ્યો. ગદર 2ની કહાનીમાં દમ ન હોય પણ સની દેઓલમાં ફેન્સને પોતાની તરફ ખેંચવાનો દમ છે.

બોક્સ ઓફિસ પર ચાલ્યો સનીનો હથોડો
22 વર્ષ બાદ સુપર હિટ ફિલ્મ ગદરની સીક્વલ ગદર 2 આવી, તેને લઈને ફેન્સનો ક્રેઝ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. એડવાન્સ બુકિંગમાં સની દેઓલની ગદર 2ની 20 લાખથી વધારે ટિકિટ વેચાઈ હતી. ફિલ્મે ઓપનિંગના દિવસે જ 40 કરોડથી વધારેની કમાણી કરી લીધી.
OMG 2 બોક્સ ઓફિસ પર ફીકી રહી પણ સ્ક્રીપ્ટમાં હતો દમ
અક્ષય કુમારની ફિલ્મ OMG 2 પણ 11 ઓગસ્ટે રીલિઝ થઈ છે. ફિલ્મની વાર્તામાં દમ છે અને ફેન્સને આ ફિલ્મ પસંદ આવી રહી છે. જો કે બોક્સ ઓફિસ પર ફિલ્મનું ઓપનિંગ ઘટ્યું છે. અક્ષયકુમારની OMG 2 ઓપનિંગના દિવસે 9.5 કરોડની કમાણી કરી શકી હતી. જો કે ફિલ્મને માઉથ પબ્લિસીટીનો ફાયદો મળ્યો છે.

વીકેન્ડ પર ચાલશે કોનો જાદુ
સની દેઓલની ફિલ્મ ગદર-2ને લઈને દિલ્હી-એનસીઆર, મુંબઈ, લખનઉ, ભોપાલ અને નાના શહેરોમાં ક્રેઝ વધ્યો છે. 22 વર્ષ બાદ પણ તારા સિંહને લઈને ફેન્સનો ક્રેઝ દેખાઈ આવે છે. માનવામાં આવી રહ્યું છે કે વીકેન્ડમાં ગદર-2 બોક્સ ઓફિસ કલેક્શનમાં 80 કરોડનો આંકડો પાર કરી શકે છે. તો અક્ષય કુમારી ઓએમજીને માઉથ પબ્લિસિટીનો ફાયદો મળી શકે છે. વીકેન્ડ પર OMG 2નું કલેક્શન 40 કરોડ થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.