બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન પોતાની પુત્રી સુહાના ખાન સાથે 'કિંગ' ફિલ્મ લઈને આવી રહ્યા છે. 'કિંગ'ફિલ્મમાં સ્ટારકાસ્ટમાં બોલીવુડના કયા કયા સ્ટાર્સ હશે તેને લઈને દરરોજ નવું અપડેટ સામે આવતું હોય છે. હવે આ ફિલ્મને લઈને એક નવા સમાચાર સામે આવ્યા છે તે મુજબ બોલીવુડની લોકપ્રિય અભિનેત્રી અને શાહરૂખ ખાન સાથે સુપરહિટ જોડી બનાવનાર અભિનેત્રી સુહાનાની માતા  બનશે. ફિલ્મના નવા અપડેટ મુજબ રાની મુકરજી પણ હવે આ ફિલ્મનો હિસ્સો બની છે અને એવી ચર્ચા થઈ રહી છે કે દિપીકા પાદુકોણ નહીં પરંતુ રાની મુકરજી સુહાનાની માતા બનશે.


સિદ્ધાર્થ આનંદ કરશે ડાયરેકશન

શાહરૂખ ખાનની 'જવાન' ફિલ્મ અને 'પઠાણ' ફિલ્મને થિયેટરમાં અનુમાન કરતા વધુ સારો પ્રતિસાદ મળ્યો હતો. પઠાણ ફિલ્મના ડાયરેક્ટર સિદ્ધાર્થ આનંદ અને શાહરૂખ ખાને ફરી એકવાર સાથે આવી રહ્યા છે. સિદ્ધાર્થ આનંદ સાથે શાહરૂખ ખાન સાથે એકશન ડ્રામા ફિલ્મ 'કિંગ'માં સાથે કામ કરશે. શાહરૂખ ખાન પોતાના પ્રોડકશન હેઠળ 'કિંગ' ફિલ્મમાં પુત્રી સુહાનાને બોલીવુડમાં વધુ સારી રીતે પ્રમોટ કરવા આ બિગ બજેટની ફિલ્મ બનાવી રહ્યા છે. આ ફિલ્મનું શૂટિંગ આ મહિનાના અંત સુધીમાં શરૂ થવાનું છે અને આવતા વર્ષે 'કિંગ' ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થાય તેવી શકયતા છે. જો કે ફિલ્મનું શૂટિંગ શરૂ થાય તે પહેલા ફિલ્મની સ્ટારકાસ્ટના કારણે અગાઉથી ચર્ચામાં છે.

બોલીવુડ સ્ટાર્સનો જમાવડો

'કિંગ' ફિલ્મમાં બોલીવુડ સ્ટાર્સનો જમાવડો જોવા મળ્યો છે. આ ફિલ્મની કાસ્ટ થોડી મોટી છે. અત્યાર સુધી આ ફિલ્મને લઈને સામે આવેલ અપડેટ મુજબ અભિષેક બચ્ચન, જેકી શ્રોફ, સુહાના ખાન, અનિલ કપૂર, અરશદ વારસી, જયદીપ અહલાવત અને અભય વર્મા પણ કિંગમાં મહત્વની ભૂમિકામાં જોવા મળશે. સિદ્ધાર્થ આનંદ દિગ્દર્શન કરવામાં આવનાર આ ફિલ્મમાં કલાકારોની સંખ્યા વધુ મોટી થઈ ગઈ છે. આ ફિલ્મમાં રાની મુખર્જીની પણ એન્ટ્રી થઈ ગઈ છે. સૂત્રો પાસેથી માહિતી મળી છે કે રાની મુખર્જી ફિલ્મમાં સુહાના ખાનની માતાની ભૂમિકા ભજવશે. અગાઉ એવા અહેવાલો હતા કે દીપિકા પાદુકોણ સુહાના ખાનની માતાની ભૂમિકા ભજવશે, પરંતુ હવે રાની મુખર્જીનું નામ ફાઇનલ થઈ ગયું છે.

રાની અને શાહરૂખની જોડી સુપરહિટ

શાહરૂખ ખાને ફિલ્મ 'કિંગ' વિશે કહ્યું કે 'આ એક એક્શન ડ્રામા ફિલ્મ છે અને તે ખૂબ જ રસપ્રદ બનવાની છે.' હું ઘણા વર્ષોથી આવી ફિલ્મ કરવા માંગતો હતો. આ ફિલ્મ 2026 ના અંત સુધીમાં રિલીઝ થઈ શકે છે. 20ના દાયકામાં રાની મુખર્જી અને શાહરૂખ ખાનની જોડીએ ઘણી સુપરહિટ ફિલ્મો આપી. જેમાં 'કુછ કુછ હોતા હૈ', 'કભી અલવિદા ના કહેના', 'ચલતે ચલતે', 'વીર-ઝારા' જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. હવે જોવાનું એ છે કે રાની અને શાહરૂખની જોડી ફિલ્મ કિંગમાં શું કમાલ કરી શકે છે.

  • Follow us on: