અજય દેવગનની 'Raid 2' રિલીઝ થયાને બે અઠવાડિયા થઈ ગયા છે અને આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. 'Raid 2 મે 2025 ના રોજ થિયેટરમાં રિલીઝ થઈ હતી. ફિલ્મ રિલીઝ થયાના શરૂઆતના દિવસોમાં તેને વિવેચકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. પરંતુ હાલમાં 15 દિવસ બાદ પણ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવતા 2025 ની સૌથી વધુ કમાણી કરનારી હિન્દી ફિલ્મમાં બીજા ક્રમે જોવા મળી. 'Raid 2' બોલીવુડની અનેક ફિલ્મો સાથે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને હવે આ તમામ ફિલ્મોને બોક્સ ઓફિસ પર કમાણી કરવામાં પાછળ છોડી દેતા નંબર 1નો તાજ પોતાના નામે કર્યો છે.


'Raid 2' સુપર હિટ

બોક્સ ઓફિસ પર 'Raid 2' ફિલ્મને લઈને જો કે અત્યારે બોલીવુડની કોઈ બીજી મોટી ફિલ્મ ના હોવાના લાભ મળી રહ્યો છે. ફિલ્મ રિલીઝ થયાના 15 દિવસ પછી અને ભારત અને પાકિસ્તાન વચ્ચેની તણાવયુક્ત સ્થિતિ બાદ પણ ફિલ્મ કરોડોની કમાણી કરી રહી છે. ગુરુવારે આ ફિલ્મે 3 કરોડ રૂપિયાની કમાણી કરી. આ સાથે, 'રેડ 2' ની કુલ કમાણી હવે 136.35 કરોડ રૂપિયા થઈ ગઈ છે. જોકે, આ અઠવાડિયે ટોમ ક્રૂઝની 'મિશન ઇમ્પોસિબલ'નો અંતિમ એપિસોડ આવી રહ્યો છે. આવી સ્થિતિમાં અજયની ફિલ્મને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

છાવાને ટકકર આપવા રેડ-2 મેદાને

અજય દેવગણની આ ફિલ્મ અત્યાર સુધીની બ્લોક બસ્ટર હિટ થયેલી છાવાને ટક્કર આપવા મક્કમ ગતિએ આગળ વધી રહી છે. આ વર્ષની બોલીવુડની મોટી હિટ ફિલ્મમાં છાવાએ મેદાન માર્યું છે. અત્યાર સુધીમાં છાવાએ 781.87 કરોડની કમાણી કરી છે. વિક્કી કૌશલ અભિનીત છાવા ફિલ્મ છત્રપતિ સંભાજી મહારાજના જીવન પર આધારિત છે. આ ફિલ્મમાં વિક્કી કૌશલના અભિનયની  વિવેચકોએ પણ ખુલ્લેઆમ પ્રશંસા કરી હતી.

 'Raid 2'નું કલેકશન

આ અઠવાડિયે ટોમ ક્રૂઝની 'મિશન ઇમ્પોસિબલ'નો આવી રહી છે ત્યારે આવી સ્થિતિમાં અજયની 'Raid 2' ફિલ્મને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. રિલીઝના 15મા દિવસે ફિલ્મના કલેક્શનમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. ફિલ્મનું અત્યાર સુધીનું બોક્સ ઓફિસ પર કલકેશન જોઈએ ફિલ્મ રિલીઝ થવા સાથે જ આરંભના સપ્તાહથી જ કરોડના કલબમાં સામેલ થઈ રહી છે.

  • 'રેડ 2' એ રિલીઝના પહેલા અઠવાડિયામાં 95.75 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
  • ફિલ્મે નવમા દિવસે ૫ કરોડ રૂપિયા અને ૧૦મા દિવસે 8.25 કરોડ રૂપિયાની કમાણી કરી.
  • 11મા દિવસે 'રેડ 2' એ  11.75 કરોડ રૂપિયાની કમાણી કરી અને 12મા દિવસે ફિલ્મનો બિઝનેસ 4.85 કરોડ રૂપિયા રહ્યો.
  • 'રેડ 2' એ 13મા દિવસે 4.5 કરોડ રૂપિયા અને 14મા દિવસે 3.25 કરોડ રૂપિયાની કમાણી કરી.
  • સકનિલ્કના શરૂઆતના ટ્રેન્ડ મુજબ, 'રેડ 2' એ રૂ.ની કમાણી કરી છે. રિલીઝના ૧૫મા દિવસે 3.00 કરોડની કમાણી કરી.
  • આ સાથે, 15 દિવસમાં 'રેડ 2' ની કુલ કમાણી હવે 136.35 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

અજય દેવગણનો શાનદાર અભિનય

'રેડ 2' એ સાબિત કર્યું છે કે જો સારી સામગ્રી અને સ્ટાર કાસ્ટનો મજબૂત અભિનય હોય તો ફિલ્મને હિટ બનતા કોઈ રોકી શકતું નથી. જે કામ સલમાન ખાનની સિકંદર, અક્ષયની કેસરી 2 અને સની દેઓલની જાટ ન કરી શકી તે કામ અજય દેવગનની 'રેડ 2' એ કર્યું છે. રાજકુમાર ગુપ્તા દિગ્દર્શિત 'રેડ 2'માં અજય દેવગન સાથે રિતેશ દેશમુખ, અમિત સિયાલ, વાણી કપૂર અને સૌરભ શુક્લાએ મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે. આ ફિલ્મ 2018 માં રિલીઝ થયેલી Raid ની સિક્વલ છે.


  • Follow us on: