મેટ ગાલા 2025નું ફેશન શો ખૂબ શાનદાર રહ્યું હતું. શાહરૂખ ખાને રેડ કાર્પેટ પર પોતાનું ડેબ્યૂ કરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. દિલજીત દોસાંઝ અને પ્રિયંકા ચોપરાએ પણ તેમના અનોખા ફેશન સેન્સથી લોકો પર છાપ છોડી હતી.


મેટ ગાલા ફેશન શો બાદ હવે વિશ્વનો સૌથી મોટો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2025 પાછો થવા જઈ રહ્યો છે. દર વર્ષની જેમ, આ વર્ષે પણ બોલીવુડના સિતારાઓ તેમના મનમોહક અંદાજથી આખી દુનિયામાં છવાય જશે. ચાલો જાણીએ કે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ક્યારે અને ક્યાં યોજાશે અને આ વર્ષે કયા ભારતીય કલાકારો તેમાં હાજરી આપશે.

78મો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ક્યારે અને ક્યાંથી શરૂ થશે?

78મો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 13મે (મંગળવાર) થી શરૂ થવાનો છે અને 24 મે સુધી ચાલશે. હંમેશાની જેમ, આ વખતે પણ આ ફેસ્ટિવલ ફ્રાન્સના કાન્સ શહેરમાં આયોજિત કરવામાં આવ્યો છે. આ ફેસ્ટિવલમાં જુદા જુદા દિવસોમાં ફિલ્મો રજૂ કરવામાં આવશે. દરરોજ ઇવેન્ટ પર કલાકારો પહોંચશે અને રેડ કાર્પેટ પર પોતાની ફેશનનું પ્રદર્શન કરશે.

આલિયા ભટ્ટ કરશે ડેબ્યૂ

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ઐશ્વર્યા રાય બચ્ચનનો ઉલ્લેખ ન કરીએ એવું તો બને જ નહિ. દર વર્ષે આ એકટ્રેસ આ ફેસ્ટિવલમાં જોવા મળે છે. આ વખતે તેમની સાથે, આલિયા ભટ્ટ અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની એકટ્રેસ દીપ્તિ સાધવાની પણ પોતાનું ડેબ્યૂ કરવા જઈ રહી છે.

આ ફિલ્મોનું પ્રીમિયર થશે

ઓસ્કાર વિજેતા ફ્રેન્ચ અભિનેત્રી જુલિયટ બિનોશે 78મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જ્યુરી ચીફ હશે. આ શોનું ઉદ્ઘાટન અને હોસ્ટ અભિનેતા લોરેન્ટ લાફિટ કરશે. આ ફેસ્ટિવલમાં બોલિવૂડ અભિનેતા અનુપમ ખેરની ફિલ્મ 'તન્વી ધ ગ્રેટ'નો વર્લ્ડ પ્રીમિયર યોજાશે. તે સિવાય જાહ્નવી કપૂર અને ઈશાન ખટ્ટરની ફિલ્મ 'હોમબાઉન્ડ'નો પ્રીમિયર પણ થશે. મીડિયા રિપોર્ટ અનુસાર જાહ્નવી કપૂર પણ રેડ કાર્પેટ પર ડેબ્યૂ કરી શકે છે.


  • Follow us on: