• આર્મી સૈનિક બાદ હવે ઋતિક પાયલટના અવતારમાં
  • દીપિકા પણ ભજવશે પાયલટનો રોલ
  • જોરદાર હશે એરિયલ એક્શન સિન

દીપિકા પાદુકોણ અને ઋતિક રોશનની બિગ બજેટ ફિલ્મ આવી રહી છે. જેનું નામ 'ફાઈટર' છે. જેનો એક નાનકડો લુક સામે આવ્યો હતો. જ્યારથી આ ફિલ્મનું એનાઉસમેન્ટ થયું છે ત્યારથી લોકો આ ફિલ્મી રાહ જોઈને બેઠા છે. કારણ કે, આ ફિલ્મ દેશની સુરક્ષાપાંખ પર આધારિત છે. ફિલ્મ એક્ટ્રેસે આ ફિલ્મને લઈને એક મોટી અપડેટ આપી દીધી છે. જેમાં દીપિકા એક નવા અવતારમાં જોવા મળશે.

દીપિકાએ કરી દીધો મોટો ખુલાસો

વર્ષ 2024 ખૂબ ખાસ રહેવાનું છે. કારણ કે, બિગ બજેટની ફિલ્મ થએટર્સમાં રીલિઝ થવાની છે. જેમાંથી એક ફિલ્મ 'ફાઈટર્સ' છે. જેની દર્શકો ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. તારીખ 10 જાન્યુઆરી 2021ના દિવસે આ ફિલ્મનું એલાન કરવામાં આવ્યું હતું. એક્શન થ્રિલર ફિલ્મમાં દીપિકા અને ઋતિકની એક અનોખી કેમેસ્ટ્રી જોવા મળશે. દીપિકા પાદુકોણએ એક ઈન્સ્ટગ્રામ પોસ્ટ કરી છે. જેમાંથી આ ફિલ્મની અપડેટા સામે આવી છે.


કેપ્શનમાંથી માહિતી મળી

આ પોસ્ટ સાથે દીપિકા પાદુકોણે કેપ્શનમાં લખ્યું કે, આવતીકાલે એટલે કે 15 ઓગસ્ટના રોજ 10 વાગ્યે ફિલ્મ સંબંધીત અપડેટ શેર કરવામાં આવશે. જેમાં ઋતિક રોશન અને અનિલ કપૂરને ટેગ કરવામાં આવ્યું છે. જાન્યુઆરી મહિનામાં આ ફિલ્મનું એક પોસ્ટર રીલિઝ કરવામાં આવ્યું હતું. જેમાં ઋતિક રોશન પાયલટના લુકમાં જોવા મળે છે. કેમેરાની સામે પીઠ દેખાડીને ઊભો છે અને ફાઈટર પ્લેનના એક ભાગને હાથ લગાવી રહ્યો છે. આ ફિલ્મમાં અનિલ કપૂર એક મોટો રોલ પ્લે કરી રહ્યા છે. સિદ્ધાર્થ આનંદે ફિલ્મ ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મ તારીખ 25 જાન્યુઆરી 2024માં રીલિઝ થવાની છે. 

  • Follow us on: