પ્રયાગરાજ મહાકુંભ મેળામાં માળા વેચનારી અને વાયરલ થયેલી યુવતી મોનાલિસાને ફિલ્મમાં કામ આપવાની ઓફર કરનારા દિગ્દર્શક સનોજ મિશ્રાની દિલ્હી પોલીસે દુષ્કર્મના કેસમાં ધરપકડ કરી છે. દિલ્હી હાઈકોર્ટે તેની જામીન અરજી ફગાવી છે. નબી કરીમ પોલીસ સ્ટેશને આ કાર્યવાહી કરી હતી. સનોજ મિશ્રા પર ઝાંસીની એક યુવતીનું ફિલ્મોમાં કામ આપવાનું વચન આપીને જાતીય શોષણ કરવાનો આરોપ છે અને પછી ધમકીઓ આપીને તેને ચૂપ રાખવાનો પણ મામલો નોંધાયો છે.


દિલ્હી પોલીસે સનોજ મિશ્રાની કરી ધરપકડ

પીડિતાનો આરોપ છે કે સનોજ મિશ્રાએ તેને ત્રણ વાર ગર્ભપાત કરાવવા માટે દબાણ કર્યું હતુ. ફેબ્રુઆરી 2025માં, સનોજે તેને છોડી દીધી અને જો તેણી ફરિયાદ કરશે તો તેના અશ્લીલ ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી હતી. પીડિતાના જણાવ્યા મુજબ, તે 2020 માં ટિકટોક અને ઇન્સ્ટાગ્રામ દ્વારા સનોજ મિશ્રાને મળી હતી. તે સમયે તે ઝાંસીમાં રહેતી હતી. થોડીવાર વાતો કર્યા પછી 17 જૂન 2021ના ​​રોજ સનોજે તેણીને ફોન કર્યો અને કહ્યું કે તે ઝાંસી રેલ્વે સ્ટેશન પર પહોંચી ગયો હતો. સામાજિક દબાણને કારણે પીડિતાએ તેને મળવાનો ઇનકાર કર્યો હતો. પરંતુ સનોજે આત્મહત્યા કરવાની ધમકી આપી હતી. ડરથી, તે તેને મળવા ગઈ. બીજા દિવસે 18 જૂન 2021ના રોજ, સનોજે ફરીથી તેણીને આત્મહત્યા કરવાની ધમકી આપીને રેલ્વે સ્ટેશન પર બોલાવી અને ત્યાંથી તેણીને એક રિસોર્ટમાં લઈ ગયો હતો. જ્યાં તેણે તેણીને ડ્રગ્સ આપીને તેના પર દુષ્કર્મ કર્યો હતો.

સનોજ મિશ્રાએ યુવતીને આપી હતી ધમકી

પીડિતાએ પોતાની FIRમાં જણાવ્યું છે કે સનોજે તેના વાંધાજનક ફોટોગ્રાફ્સ અને વીડિયો બનાવ્યા હતા અને જો તે વિરોધ કરશે તો તેને જાહેર કરવાની ધમકી આપી હતી. આ પછી, લગ્નના બહાને, સનોજે તેણીને ઘણીવાર વિવિધ સ્થળે બોલાવી હતી અને દુષ્કર્મ આચાર્યુ હતુ. ફિલ્મોમાં કામ અપાવવાનું વચન આપીને તેને લલચાવી. આ આશા સાથે, પીડિતા મુંબઈ ગઈ અને સનોજ સાથે રહેવા લાગી. ત્યાં પણ સનોજે તેનું શોષણ કરવાનું ચાલુ રાખ્યું અને ઘણી વખત તેને માર પણ માર્યો હતો. પીડિતાનો આરોપ છે કે સનોજે તેને ત્રણવાર ગર્ભપાત કરાવવા માટે દબાણ કર્યું. ફેબ્રુઆરી 2025માં, સનોજે તેને છોડી દીધી અને જો તેણી ફરિયાદ કરશે તો તેના અશ્લીલ ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી.

સનોજ મિશ્રા વિરુદ્ધ નોંધાયો કેસ

દિલ્હી પોલીસે પીડિતાની ફરિયાદ પર સનોજ મિશ્રા વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. તપાસ બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. સનોજે જામીન માટે દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. પરંતુ કોર્ટે તેની અરજી ફગાવી દીધી હતી. આ પછી પોલીસે તેને કસ્ટડીમાં લીધો હતો. આ મામલો ત્યારે વધુ ચર્ચામાં આવ્યો જ્યારે સનોજ મિશ્રાનું નામ મહાકુંભ મેળાની વાયરલ ગર્લ મોનાલિસા સાથે જોડાયું હતુ. જેને તેણે પોતાની ફિલ્મ 'ધ મણિપુર ડાયરી'માં કાસ્ટ કરવાનો દાવો કર્યો હતો. પોલીસ હવે આ મામલાની તપાસ કરી રહી છે. 

  • Follow us on: