હવે મહાશિવરાત્રિ પણ મહાકુંભમાં વાયરલ ગર્લ મોનાલિસાનું ભાગ્ય લઈને આવી ગઈ છે, મોનાલિસાને મહાશિવરાત્રિ પર વિદેશથી પર ઓફર મળી છે, આ પવિત્ર દિવસે મોનાલિસાને નેપાળમાં મહેમાન કરીકે આમંત્રણ આપવામાં આવ્યુ છે.મહાકુંભની વાયરલ ગર્લ મોનાલિસા છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મિડિયા પર છવાયેલી છે. ગામડાથી લઈ મુંબઈ સુધીની સફર હવે મોનાલિસા હિરોઈન બનવાની તૈયારીમાં વ્યસ્ત છે.


તાજેતરમાં જ મોનાલિસાનો અભિનય કરતો વિડિયો પણ વાયરલ થયો હતો. મોનાલિસના ડેબ્યૂ પહેલા જ તેને ઓફર આવવા લાગી છે. ફિલ્મમાં મોનાલિસા ડેબ્યૂ કરી રહેલા દિગ્દર્શક સનોજ મિશ્રાએ આ માહિતી આપી છે. તેમણે રવિવારે પોતાના સોશિયલ મિડિયા એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં સનોજ મિશ્રાએ કહ્યું, 'અમે 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીએ નેપાળના મલ્લપુર પટોરા શહેરમાં પહોંચી રહ્યા છીએ. આ ખાસ કાર્યક્રમમાં નેપાળના એક મોટા સંગીતકાર પણ ભાગ લેવા જઈ રહ્યા છે.

મોનાલિસાએ લોકોને કાર્યક્રમમાં હાજરી આપવા કરી અપીલ

મોનાલિસાએ આ વીડિયોમાં દિગ્દર્શક સનોજ મિશ્રા સાથે લોકોને આ કાર્યક્રમમાં જોડાવા માટે અપીલ પણ કરી. મોનાલિસા છેલ્લા ઘણા સમયથી પોતાની ડેબ્યૂ ફિલ્મની તૈયારીઓમાં વ્યસ્ત છે, મોનાલિસા અભિનય શીખવાનો પ્રયાસ પણ કરી રહી છે. સનોજ મિશ્રાએ એક વીડિયો શેર કર્યો જેમાં તેઓ મોનાલિસાને શીખવતા જોવા મળ્યા. મોનાલિસાના મેકઅપ વગરના ફોટા પણ વાયરલ થઈ રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે આ ફિલ્મ ક્યારે તૈયાર થશે.

મહાકુંભમાં ભાગ્ય ચમક્યું

મધ્યપ્રદેશના ઇન્દોર શહેર નજીકના એક ગામની રહેવાસી મોનાલિસા માત્ર 16 વર્ષની છે અને મહાકુંભમાં મોનાલિસા રુદ્રાક્ષની માળા વેચતી હતી. તે દરમિયાન, કોઈએ તેનો ફોટો લીધો અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો. આ પછી લોકોએ કાળી રંગની કાંજી આંખોવાળી મોનાલિસાને ખૂબ જ પસંદ કરી અને તેની સુંદરતાના વખાણ પણ કર્યા. અને મોનાલિસા રાતોરાત સોશિયલ મીડિયા સેન્સેશન બની ગઈ. મોનાલિસાને અહીંનુ તેનુ કામ છોડીને ઘરે પરત ફરવું પડ્યું. જો કે ફિલ્મ નિર્દેશક સનોજ મિશ્રાએ તેમની આગામી ફિલ્મમાં મોનાલિસાને લેવાનો નિર્ણય લીધો અને પોતે મોનાલિસાના ઘરે ગયા અને તેના માતાપિતા સાથે વાત કરી અને તેને તૈયાર કરવાનું નક્કી પણ કર્યું. હવે મોનાલિસા ઘણીવાર સોનાજ મિશ્રા સાથે જોવા મળે છે. મોનાલિસા મુંબઈ તાજેતરમાં. તે એરપોર્ટ પર પણ જોવા મળી હતી.

  • Follow us on: