• હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકના છૂટાછેડાની અફવાએ જોર પકડ્યું
  • નતાશાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પંડ્યાની સરનેમ હટાવી દીધી
  • બંનેએ હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત નથી કરી જેનાથી કંઈ કહી શકાય નહીં

ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકના છૂટાછેડાની અફવાએ જોર પકડ્યું છે. અહેવાલો અનુસાર, બંનેએ છૂટાછેડા લેવાનું નક્કી કર્યું છે અને હવે હાર્દિક પંડ્યા બોલિવૂડની શ્રેષ્ઠ અભિનેત્રીને પોતાની જીવનસાથી બનાવી શકે છે.

હાર્દિક પંડ્યા આ અભિનેત્રી સાથે લગ્ન કરી શકે

મીડિયા રિપોર્ટ્સમાં મળેલી માહિતી મુજબ, હાર્દિક પંડ્યાના તેની પત્ની નતાશા સ્ટેનકોવિકથી છૂટાછેડા નક્કી થઈ ગયા છે અને હવે બંને અલગ થવા જઈ રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર હાર્દિક પંડ્યા બોલિવૂડની બેસ્ટ એક્ટ્રેસ એશા ગુપ્તાને પોતાના જીવનમાં સ્થાન આપી શકે છે. જોકે આ અંગે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ એ વાતની સતત ચર્ચા થઈ રહી છે કે, પંડ્યા અને નતાશા હકીકતમાં છૂટાછેડા લઈ રહ્યા છે.

હાર્દિક પંડ્યા અને નતાશાના છૂટાછેડા નક્કી?

હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક છેલ્લા કેટલાક સમયથી એકબીજા સાથે દેખાયા નથી અને હાર્દિકનું IPLમાં કંઈ ખાસ પ્રદર્શન રહ્યું નથી સાથે જ તેની પત્ની સાથેના છુટાછેડાપ પણ ચર્ચામાં છે. આ સિવાય નતાશાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પંડ્યાની સરનેમ પણ હટાવી દીધી છે અને તેણે હાર્દિક પંડ્યાના તમામ ફોટા ડિલીટ કરી દીધા છે.

ઘણા ફેન્સે દાવો કરી રહ્યા છે કે નતાશા સ્ટેનકોવિક હાલ લંડનમાં રહે છે અને તેણે પંડ્યાને છૂટાછેડા આપી દીધા છે. જો કે, બંનેએ હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી જેના કારણે કંઈ કહી શકાય નહીં. જાણવા મળી રહ્યું છે કે હાર્દિક હાલમાં T20 વર્લ્ડ કપ 2024ની તૈયારી કરી રહ્યો છે.

હાર્દિક પંડ્યા ટી20 વર્લ્ડ કપની તૈયારીમાં વ્યસ્ત

તમને જણાવી દઈએ કે ટી-20 વર્લ્ડ કપ 2024 2 જૂનથી શરૂ થવા જઈ રહ્યો છે અને તે ટૂર્નામેન્ટમાં હાર્દિક પંડ્યા પણ રમતા જોવા મળવાનો છે જેના માટે તે સતત તૈયારીઓમાં વ્યસ્ત છે. BCCIએ તેને T20 વર્લ્ડ કપ 2024 માટે વાઇસ કેપ્ટનનું પદ આપ્યું છે.


  • Follow us on: