- પરિવારે તેમના સંબંધને સ્વીકારી લીધો હોવાની ચર્ચા
- વડોદરામાં સગાઈ કરી હોવાનો રિપોર્ટમાં દાવો
- બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા
તારક મહેતાના ઉલ્ટા ચશ્માની ફેમસ એક્ટ્રસ 'બબીતા' મુનમુન દત્તા અને અગાઉ સિરિયલમાં ટપ્પુનો રોલ કરી ચૂકેલા રાજ અનાદકટ સગાઈ કરી લીધી હોવાની વિગતો સામે આવી રહી છે. એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છેકે, વડોદરામાં એક પ્રાઈવેટ ઈવેન્ટમાં બંનેએ પોતાના ફેમિલીની હાજરીમાં સગાઈ કરી છે. જ્યારે કેટલાંક લોકો આ વાતને અફવા ગણાવી છે.
સોશિયલ મીડિયા પર સગાઈની વાત અફવા ગણાવી
જોકે આ મામલે આખરે મુનમુન દત્તાએ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી છે. જેમાં તેને સોશિયલ મીડિયા પર ઈન્સ્ટાગ્રમ સ્ટોરી દરમિયાન કહ્યું કે, કોઈની પાસે કોઈ કામ નથી. મારે કોઈ સગાઈ થઈ નથી ન તો કોઈ લગ્ન થયા છે. લોકો ખોટી અફવા ફેલાવી રહ્યા છે.

ઘણાં લાંબા સમયથી મુનમુન દત્તા અને રાજની લવસ્ટોરી અંગે ચર્ચા થઈ રહી હતી. જેમના બંનેમાં ઉંમરનો લગભગ 9 વર્ષનો ગેપ છે. જ્યાં મુનમુન દત્તા 36 વર્ષની છે અને રાજ 27 વર્ષનો છે. રાજે ડિસેમ્બર 2022માં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છોડી દીધો હતો. તે આ હિટ સીરિયલમાં જેઠાલાલના દીકરાનો રોલમાં હતો. ત્યારે આ સમયે રિયલ લાઈફમાં આવેલા આ ટ્વિસ્ટથી ફેન્સ ખૂબ જ નવાઈ પામ્યા છે.
આ અંગે ઘણાં રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, મુનમુન દત્તા અને રાજના પરિવારે તેમના સંબંધને સ્વીકારી લીધો છે અને તે પણ સગાઈમાં હાજર રહ્યા હતા. અગાઉ મુનમુન દ્વારા રાજ સાથેના સંબંધનો અસ્વીકાર કરવામાં આવ્યો હતો. જે પછી હાલમાં ફરી એકવાર સગાઈની વાતો શરૂ થઈ છે.

અગાઉ વાત ફગાવી દીધી હતી
એટલું જ નહીં અગાઉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીમના દરેક સભ્યને બંનેના સંબંધ વિશે ખબર હતી તેવી વિગતો આપી હતી. જો કે, મુનમુન દત્તાએ આ રિપોર્ટને ફગાવી દીધો હતો અને પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર તેની વાત કહી હતી. સેટ પર તમામ લોકોને તેના વિશે ખબર હતી તેવી પણ વિગતો ત્યારે સામે આવી હતી.