• અનેક હિન્દી ફિલ્મોમાં પ્રીટિ ઝિન્ટાએ કર્યો હતો શાનદાર અભિનય
  • સુંદરતા અને અભિનયને લીધે પ્રીટિ ઝિન્ટાને લોકો હજી નથી ભૂલ્યા
  • પ્રીટિ ઝિન્ટા હાલ તેના પરિવાર સાથે અમેરિકામાં સ્થાયી થઈ


બોલિવૂડની ડિમ્પલ ગર્લ એટલે કે પ્રીતિ ઝિન્ટા આજે પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. એકટ્રેસ આજે 49માં વર્ષમાં પ્રવેશી ચૂકી છે. પ્રીતિ ઝિન્ટા સલમાન ખાન, શાહરૂખ ખાન, રાકેશ રોશન, અક્ષય કુમાર, સની દેઓલ સહિત બોલિવૂડના દિગ્ગજ અભિનેતાઓ સાથે કામ કરી ચુકી છે. આ અભિનેત્રી ભલે આજે ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝથી દૂર છે પરંતુ તે પોતાની સુંદરતાના જોરે આજે પણ લોકોનાં હૃદયમાં રાજ કરે છે. હજી લોકો પ્રીટિને નથી ભૂલી શક્યા.

https://www.instagram.com/realpz/?utm_source=ig_embed&ig_rid=6815d90f-bfb6-4151-853f-a52e6bc38f82


પ્રીટિ ઝિન્ટાએ વર્ષ-1998માં મણિરત્નમની ફિલ્મ 'દિલ સે'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. ફિલ્મમાં તેની સાથે શાહરૂખ ખાન સહ-અભિનેતા તરીકે હતા. પરંતુ શું તમે જાણો છે કે પ્રીતિને ડેબ્યૂ ફિલ્મ નહીં પરંતુ તેના નસીબ આડેથી પાંદડું હટાવવામાં એક સિક્કો મુખ્ય હતો. જી હા..જન્મદિવસ પર પ્રીટિ ઝિન્ટાના કરિયર અને તેના પર્સનલ જીવન સાથે સંકળાયેલી કેટલીક ખાસ વાતો અહીં મુકવામાં આવશે.

બોલિવૂડમાં એન્ટ્રી માટે ભાગ્ય જવાબદાર

પ્રીતિ ઝિન્ટા હિમાચલ પ્રદેશમાં મોટી થઈ અને સિમલાની કૉન્વેન્ટ ઑફ જીજસ મેરી એન્ડ બોર્ડિંગ સ્કૂલમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો. ત્યારબાદ એકટ્રેસે ઈંગ્લિશમાં ઑનર્સ કર્યું અને ફરી સાયકોલૉજીમાં પોસ્ટ ગ્રેજયુશેન કર્યું હતું. ત્યારે બોલિવૂડમાં કરિયર બનાવવાનો નિર્ણય તેને સદ્ભાગ્યે મળ્યો હતો. એક ખાનગી શોમાં પ્રીતિ ઝિન્ટાએ ખુલાસો કર્યો હતો કે એક સિક્કો ઉછાળીને તેને નક્કી કર્યું હતું કે જો હેડસ આવશે તો તે ફિલ્મોમાં કામ કરશે અને ટેલ આવશે તો નહીં જ કરે.

આ હિન્દી ફિલ્મોમાં કામ કર્યું

સિક્કો ઉછાળ્યો તો હેડ્સ આવ્યો અને પ્રીટિ ઝિન્ટાએ ઈન્ડસ્ટ્રીઝમાં એંટ્રી લીધી. તે પહેલા ઋત્વિક રોશનની સાથે ફિલ્મ તારા રમ પમ પમથી ડેબ્યૂ કરવાની હતી. પરંતુ કોઈ કારણથી ફિલ્મ રિલીઝ ન થઈ શકી. તેને શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મ દિલ સેથી બોલિવૂડમાં આવી. ત્યારબાદ પ્રીટિએ વીરઝારા, શૉલ્ઝર, જાનેમન, સંઘર્ષ, હર દિલ જો પ્યાર કરેગા, ક્યા કહેના જેવી અનેક હિન્દી ફિલ્મોમાં કામ કર્યું હતું.

બાળપણના મિત્ર સાથે અફેર હતું

પ્રીતિ ઝિન્ટાની લવ લાઈફ વિશે વાત કરીએ તો, અભિનેત્રી તેના બાળપણના મિત્ર નેસ વાડિયા સાથે લાંબા સમયથી રિલેશનશિપમાં હતી. પરંતુ એવું કહેવાય છે કે નેસને પ્રીતિનું સલમાન ખાન સાથે અફેર હોવાની શંકા હતી જેના કારણે તેમના સંબંધોનો અંત આવ્યો હતો.

યુએસ બિઝનેસમેન સાથે લગ્ન કર્યા

અભિનેત્રીએ 29 ફેબ્રુઆરી, 2016ના રોજ યુએસ બિઝનેસમેન જીન ગુડનફ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ પ્રીતિ ઝિન્ટાએ બોલિવૂડથી દૂરી બનાવી લીધી હતી. હવે તે તેના પતિ અને બે જોડિયા બાળકો જય અને જિયા સાથે સુખી લગ્ન જીવન જીવી રહી છે.

  • Follow us on: