- જાની દુશ્મન ફિલ્મમાં ગીતો કર્ણપ્રિય રહ્યા હતા
- જાની દુશ્મન-1979 ફિલ્મમાં અભિનેતાઓનો રાફડો ફાટયો હતો
- ભૂત, ગીતો અને સ્ટોરી, બજેટને લઈ હજી ચર્ચામાં
આજકાલ બોલિવૂડમાં સૌથી વધુ બજેટની ફિલ્મોની બોલબાલા છે. હિંદી ફિલ્મો 200 કરોડથી વધુના બજેટમાં બની રહી છે. એક-એક સ્ટાર કરોડોની ફીસ લઈ રહ્યા છે. ત્યારે એક સમય એવો હતો પણ જ્યારે સમગ્ર ફિલ્મ એક કરોડમાં બની રિલીઝ માટે તૈયાર રહેતી હતી. આજે એક એવી ફિલ્મની વાત કરવાની છે જે હિંદી ફિલ્મ સિનેમાની બહુચર્ચિત અને મલ્ટિ સ્ટારર ફિલ્મ રહી છે. જેની ચર્ચા આજે પણ થઈ રહી છે. આ ફિલ્મમાં એક-બે નહિ પરંતુ તે સમયના પાંચ મેલ સુપરસ્ટાર્સ હતા. તેમજ આ ફિલ્મમાં જાણીતી અભિનેત્રીઓ પણ સામેલ હતી. વાત છે વર્ષ-1979ના હૉરર અને ડ્રામા ફિલ્મ જાની દુશ્મનની.
આજથી બરાબર 44 વર્ષ પહેલાં બનેલી ફિલ્મ જાની દુશ્મને મેકર્સને માલામાલ કરી દીધો હતો. આ ફિલ્મને રાજકુમાર કોહલીએ ડાયરેક્ટ કરી હતી. ફિલ્મમાં મલ્ટિ સ્ટારર હોવાથી આમાં જિતેન્દ્ર, સુનિલ દત્ત, સંજીવ કુમાર, શત્રુઘ્ન સિંહા, વિનોદ મહેરા, પ્રેમનાથ, અમરીશ પુરી, રેખાનો સમાવેશ થયો હતો. તો વળી રીના રોય, નીતુ સિંહ, બિંદિયા ગોસ્વામી જેવી અભિનેત્રીઓ પણ લીડ રોલમાં હતી. આટલાં સ્ટાર્સ હોવા છતાં આ ફિલ્મ 1.3 કરોડ રૂપિયાના ખર્ચે બનીને તૈયાર થઈ હતી.













