- 'કલયુગ' ફિલ્મમાં ભોળી અને સુંદર યુવતીનું પાત્ર ભજવ્યું હતું
- સ્માઈલી સુરીનાં જીવનમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો
- હવે સ્માઈલી સુરીએ સ્ટ્રોંગ રીતે કમબૅક કર્યું
બોલિવૂડમાં વર્ષ-2005માં આવેલી 'કલયુગ' ફિલ્મમાં કૃણાલ ખેમુ અને ઈમરાન હાશમી જેવા અભિનેતાઓની સાથે ડૅબ્યૂ કરનારી અભિનેત્રી સ્માઈલી સુરી તો સૌને યાદ હશે. જેને આ ફિલ્મમાં પોતાની એક્ટિંગ અને સુંદર સ્માઈલથી સૌના દિલમાં સ્થાન મેળવી લીધું હતું. પરંતુ એના નામમાં જ સ્માઈલ છુપાયેલું છે. એટલો જ આ એક્ટ્રેસના કરિયર અને પર્સનલ લાઈફમાં ભારે ઉતાર-ચઢાવ રહ્યો છે. લગ્ન તૂટયાં અને કરિયર પણ ખરાબ થયું જેથી ડિપ્રેશનમાં ચાલી ગઈ હતી. જેના લીધે આટલા વર્ષોમાં તેનો લૂક પણ બદલાઈ ગયો હતો. પરંતુ બાદમાં તેણે સૌની સામે સ્ટ્રોંગ રીતે કમ બૅક કર્યું છે. આ વીડિયોને જરા ધ્યાનથી જુઓ. ટૂંકા વાળ, બેંગ્સ હેર સ્ટાઈલમાં નજરે પડતી આ અભિનેત્રી 'કલયુગ'માં નજરે પડી હતી. સ્માઈલી સુરી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. અને તેના 28 હજાર કરતાં વધુ ફૉલોઅર્સ છે.













