• પૂજા બેનર્જીનો સ્ટનિંગ લૂક
  • ઈસ્ટાગ્રામ હેંડલ પર મૂકેલો વીડિયો વાયરલ
  • ટીવી શૉથી પૂજાને મળી નવી ઓળખાણ

 

ટીવી સિરીયલ 'દેવો કે દેવ મહાદેવ'માં પાર્વતીની ભૂમિકા અદા કરી ઘરેઘર પોતાની ઓળખાણ ઊભી કરનાર ટીવીની પાર્વતી ઉર્ફે પૂજા બેનર્જીનો એક હોટ વીડિયો સોશિયલ મીડિયાં વાયરલ થઈ રહ્યો છે. પૂજાનો આ લૂક જોઈ યૂઝર્સ મોંમાં આંગળા નાખી ગયા છે. ટીવી ઈન્ડસ્ટ્રીઝની જાણીતી એક્ટ્રેસ પૂજા બેનર્જી પોતાની પર્સનલ લાઈફને લઈ ઘણી લાઈમલાઈટમાં રહેતી હોય છે. પૂજા બેનર્જી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે ઘણીવાર કંઈકને કંઈક સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતી હોય છે. પૂજા સોશિયલ મીડિયામાં પોતાના કિલર લૂક ધરાવતા ફોટો અને વીડિયોથી ધમાલ મચાવતી રહે છે.

 https://www.instagram.com/reel/C1JcZIArNr5/?utm_source=ig_web_copy_link

પૂજાનો જે નવો વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે તેમાં તે સંસ્કારી નહિ પરંતુ હૉટ લૂકમાં જણાઈ રહી છે. વીડિયોમાં એક એકટ્રેસ એકથી એક ચઢિયાતા પોઝ આપે છે તે જોવાઈ રહ્યું છે. પૂજા બેનર્જી નાના પડદાનો એક જાણીતો ચહેરો છે. પૂજાને ફેંસ ઘણી પસંદ કરે છે. સોશિયલ મીડિયા પર પણ એકટ્રેસની સારી એવી ફેન ફ્લોઈંગ છે. ટીવી અભિનેત્રીના આ વીડિયો પર તેના ફેંસ દ્વારા કોમેન્ટનો મારો પણ થઈ રહ્યો છે.

 પૂજાનો મનમોહક લૂક

પૂજા બેનર્જીએ આ વીડિયો પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેંડલ પર શેર કર્યો છે. પૂજાનો આ વીડિયો તેના લેટેસ્ટ ફોટોશૂટ દરમિયાનનો છે. જ્યાં તે સિંગલ સ્ટ્રીપ બ્લાઉઝ અને ચોલીમાં નજરે પડી રહી છે. પૂજા હાલ સ્ક્રીનથી દૂર છે પરંતુ તે બંગાળી અને ટીવી સહિત સાઉથની ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. પૂજા બેનર્જીએ ટીવી એક્ટર અને બોયફ્રેન્ડ કૃણાલ વર્મા સાથે વર્ષ-2020માં લગ્ન કરી લીધા હતા. કૃણાલ અને પૂજાને એક પુત્ર પણ છે. પૂજાએ પોતાના કરિયરની શરૂઆત વર્ષ-2011માં તેલુગુ ફિલ્મ વીડુ થેડાથી કરી હતી. આ ફિલ્મમાં તે નિખિલ સિદ્ધાર્થના અપોઝિટ નજરે પડી હતી. 

  • Follow us on: