• ટ્રેલર રિલીઝ થતાં જ ટ્વિટર પર #AnimalTheMovie થયું ટ્રેન્ડ
  • ટ્રેલરમાં તાપસી પન્નૂથી લઈને વિક્કી કૌશલે ફેન્સને ખૂબ હસાવ્યા
  • શાહરૂખનો પઠાણ અને જવાનથી અલગ લૂક મળ્યો જોવા

શાહરૂખ ખાનની ફિલ્મ ડંકીનું ડ્રોપ 4 ટ્રેલર આખરે રિલીઝ થયું છે. શાહરૂખ ખાન પોતાની અત્યાર સુધીની કરિયરમાં પહેલીવાર રાજકુમાર હીરાની સાથે કામ કરી રહ્યા છે. આ વખતે તમે શાહરૂખ ખાનનો પઠાણ અને જવાનથી અલગ લૂક જોઈ શકશો. અને સાથે તેમણે એકવાર ફરીથી સૌનું દિલ જીતી લીધું છે. આ ટ્રેલરમાં તાપસી પન્નૂથી લઈને વિક્કી કૌશલ સુધી તમામ પોતાના શાનદાર રોલથી ફેન્સને હસાવી રહ્યા છે. શાહરૂખ ખાનની ડંકીઃ ડ્રોપ 4નું ટ્રેલર રિલીઝ થતાં જ ટ્વિટર પર #AnimalTheMovie ટ્રેન્ડ કરી રહ્યું છે. તો જાણો આ ફિલ્મના ટ્રેલરને જોઈને શું છે ફેન્સનું રીએક્શન. ટ્વિટર પર હાલમાં અનેક ટ્વિટ ટ્રેન્ડ થઈ રહ્યા છે.

ટ્રેનમાં શાહરૂખના સીન મળશે જોવા

ફિલ્મ ડંકીના ટ્રેલરની શરૂઆત ટ્રેનમાં થાય છે અને ટ્રેનમાં શાહરૂખના સીનથી અને પછી પંજાબના એક નાના શહેરમાં રહેતા કેટલાક દોસ્તોના સપના જેમને વિદેશ જવું છે પણ આ યાત્રા કેવી રીતે તેમની મજબૂરી બને છે અને પછી સરહદ પાર કરવા માટે પોતાનો જીવ પણ જોખમમાં મૂકે છે. ફિલ્મની વાર્તા લોકોને પસંદ આવી રહી છે. ટ્વિટર પર લોકો આ ટ્રેલરને ટ્રેન્ડ કરી રહ્યા છે. જાણો શું કહે છે ફેન્સ અને ટ્વિટર યૂઝર્સ.

એક યૂઝરે કહ્યું કે બેસ્ટ આવવાનું બાકી છે, રાજકુમારી હિરાનીના વાઈબ્સ આવી રહ્યા છે.

 

તો અન્ય યૂઝરે લખ્યું કે ભારતીય સિનેમા તેના પીક પર છે.

 

ફેન્સે કહ્યું ફિલ્મમાં બધુ છે- લાફ્ટર, એક્શન, ઈમોશન્સ, કોમેડી અને ફ્રેન્ડશીપ.

 

ફેન્સે કહ્યું, આ ફિલ્મ બનશે ફરીથી શાહરૂખની બ્લોક બસ્ટર ફિલ્મ

 

21 ડિસેમ્બરે આવી રહી છે ફિલ્મ

ઉલ્લેખનીય છે કે રાજકુમારી હિરાની અને કનિકા ઢિલ્લોને લખેલી આ ફિલ્મ ડંકી આ મહિને ક્રિસમસ પહેલા 21 ડિસેમ્બર 2023માં દુનિયાભરમાં રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં શાહરૂખ ખાન સિવાય તાપસી પન્નૂ, બોમન ઈરાની, વિક્કી કૌશલ, વિક્રમ કોચર અને અનિલ ગ્રોવર પણ ખાસ રોલ કરી રહ્યા છે. 

  • Follow us on: