• પઠાણ અને જવાન જેટલું બજેટ નથી

  • ફિલ્મની રિલીઝ ડેટ સામે આવી
  • છ વર્ષની સૌથી ઓછા બજેટની ફિલ્મ

પઠાણ અને જવાન પછી શાહરૂખ ખાનની ત્રીજી ફિલ્મ ડંકી વર્ષ 2023માં રિલીઝ થવા માટે તૈયાર છે. જેનું પહેલું ગીત ડંકી ડ્રોપ તાજેતરમાં જ રિલીઝ થયું હતું.ચાહકો તેને બ્લોકબસ્ટર ગણાવતા જોવા મળી રહ્યા છે. પરંતુ જાણો છો કે ડંકી જવાન અને પઠાણ જેવી હાઈ બજેટ ફિલ્મ નથી. બલ્કે, આ શાહરૂખ ખાનની 6 વર્ષમાં સૌથી ઓછા બજેટની ફિલ્મ છે, જેણે રિલીઝ પહેલા જ રેકોર્ડ બનાવી લીધો છે. પઠાણ અને જવાન પાછળ ફિલ્મમેકરે સારો એવો ખર્ચો કર્યો છે. જોકે, ડંકી એના બજેટની સરખામણી ઘણા ઓછા પૈસામાં પૂરી થઈ ચૂકી છે. તેથી જ તેને આ વર્ષની શાહરૂખની સૌથી ઓછા બજેની ફિલ્મની યાદીમાં સ્થાન દેવાયું છે.

ડંકીમાં આ સ્ટારનો નવો અવતાર દેખાશે

શાહરૂખ ખાન સ્ટારર ડંકી, જેમાં તાપસી પન્નુ અને વિકી કૌશલ મહત્વની ભૂમિકામાં જોવા મળે છે. આ ફિલ્મનું બજેટ 85 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. વાસ્તવમાં આ શાહરૂખ ખાનની છેલ્લા છ વર્ષમાં સૌથી ઓછા બજેટની ફિલ્મ બની ગઈ છે. જ્યારે 'જબ હેરી મેટ સેજલ' 90 કરોડના બજેટમાં બની હતી. જ્યારે 'રઈસ' 90-95 કરોડ રૂપિયામાં બની હતી. બાકીની 'ઝીરો' 200 કરોડ રૂપિયા, 'પઠાણ' 240 કરોડ રૂપિયા અને 'જવાન' 300 કરોડ રૂપિયાના જોરદાર બજેટ સાથે બની હતી. જોકે, ડંકીના 85 કરોડના બજેટમાં કલાકારોની ફી સામેલ નથી. આ માત્ર ફિલ્મના બજેટના રીપોર્ટમાંથી જાણવા મળેલી રકમ છે.

ડંકીની રિલીઝડેટ જાહેર

એક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ફિલ્મના ડાયરેક્ટર રાજકુમાર હિરાનીએ ફિલ્મનું શૂટિંગ 75 દિવસમાં પૂરું કર્યું છે. જેમાંથી શાહરૂખે 60 દિવસનું શૂટિંગ કર્યું છે. એવી અપેક્ષા છે કે પઠાણ અને જવાન પછી ડિંકી પણ બ્લોકબસ્ટર સાબિત થશે. કારણ કે જ્યારે પઠાણે વિશ્વભરમાં રૂ. 1000 કરોડથી વધુની કમાણી કરી હતી, 7 સપ્ટેમ્બરે રિલીઝ થયેલી 'જવાન' 1150 કરોડની વિશ્વવ્યાપી કમાણી સાથે 5મી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની ચૂકી છે. અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મ છે. પ્રભાસ સ્ટારર સલાર - સીઝફાયર 1 બોક્સ ઓફિસ પર ડંકી સાથે સ્પર્ધા કરવા માટે તૈયાર છે. જે ડંકીની સાથે 21મી ડિસેમ્બરે રિલીઝ થશે.

  • Follow us on: