• ઝીરોમાંથી સુપરસ્ટાર સુધીની શાહરૂખાનની કહાણી રસપ્રદ
  • બોલિવુડના સુપરસ્ટારન પહેલો પગાર માત્ર 50 રૂપિયા હતો
  • શાહરૂખ તેમની આગામી ફિલ્મ ડંકીમાં જોવા મળશે

શું તમે જાણો છો કે બોલિવૂડના કિંગ તરીકે ઓળખાતા શાહરૂખ ખાનની પહેલી કમાણી માત્ર 50 રૂપિયા હતી. તમને જાણીને આશ્ચર્ય થશે કે શાહરૂખની પહેલી કમાણી માત્ર 50 રૂપિયા હતી. જૂના એક ઈન્ટરવ્યુમાં શાહરૂખ ખાને તેની કારકિર્દીના પ્રારંભિક તબક્કા વિશે એક રસપ્રદ વાત કહી હતી. જેમાં તેમણે ખુલાસો કર્યો કે તેનો પ્રારંભિક પગાર માત્ર 50 રૂપિયા હતો. તેઓ ગાયક પંકજ ઉદાસના સંગીત સમારોહમાં મેનેજર તરીકે કામ કરતા હતા. આ કામના બદલામાં તેને 50 રૂપિયા મળ્યા હતા. પોતાની પહેલી કમાણી સાથે શાહરૂખ આગ્રામાં તાજમહેલ જોવા ગયા હતા.

ફિલ્મોમાં આવતા પહેલા શાહરૂખ ટીવી શોમાં જોવા મળતા હતા. શાહરૂખને પોતની કારકિર્દીને બોલિવૂડમાં એટલી મોટી બનાવી છે કે આજે તે લાખો-કરોડો લોકોના દિલમાં રાજ કર છે. તેમજ તેની દરેક ફિલ્મો પણ સુપરહિટ હોય છે.

'ડંકી'ની તૈયારીમાં વ્યસ્ત શાહરૂખ ખાન

પઠાણ અને જવાન જેવી બ્લોકબસ્ટર ફિલ્મોની સફળતા બાદ શાહરૂખ હવે તેની આગામી ફિલ્મ ડંકીની તૈયારીમાં વ્યસ્ત છે. તેના ફેન્સને ડંકી પાસેથી ઘણી અપેક્ષાઓ છે. આ ફિલ્મનું નિર્દેશન બોલિવૂડના પ્રખ્યાત નિર્દેશક રાજકુમાર હિરાની કરી રહ્યા છે. રાજુ હિરાણી સાથે ઘણા સફળ કલાકારોએ કામ કર્યું છે. પરંતુ શાહરૂખ તેની સાથે પહેલીવાર ડંકી ફિલ્મમાં કામ કરી રહ્યો છે. ફિલ્મમાં શાહરૂખ ઉપરાંત તાપસી પન્નુ, વિકી કૌશલ અને બોમન ઈરાની જેવા અનુભવી કલાકારો જોવા મળશે. શાહરૂખ ખાનની ફિલ્મ 'ડંકી' 22મી ડિસેમ્બરે રિલીઝ થશે.

શું હશે ફિલ્મની વાર્તા...

આ પાંચ મિત્રોની વાર્તા છે જેઓ પંજાબમાં પોતાનું ગામ છોડીને લંડન જવા માંગે છે. પરંતુ તે કાયદેસર રીતે લંડન જઈ શકે તેમ નથી. આવી સ્થિતિમાં તેઓ 'ડોન્કી ફ્લાઈટ' નામની પદ્ધતિ અપનાવે છે, જે કાયદેસર નથી. કેટલાક લોકો મળીને લોકોને ગેરકાયદેસર રીતે વિદેશ મોકલવાનું કામ કરે છે. ફિલ્મના નામ પાછળની કહાની એવી છે કે લોકો પંજાબી લઢણમાં 'ગધેડા'ને 'ડંકી' કહે છે. એટલા માટે ફિલ્મનું નામ 'ડંકી' રાખવામાં આવ્યું છે.

  • Follow us on: