- સલમાન ખાને ફરી મહિલાને કિસ કરી ચર્ચાને વેગ આપ્યો
- મહિલાએ જાહેરમાં કહ્યં કે, ડ્રામા મત કર...
- ઈવેન્ટમાં પહોંચેલા સલમાનનો ફની અંદાજ જોવા મળ્યો
બોલિવૂડનો ટાઈગર ખાન એટલે કે સલમાન ખાન પોતાની નવી ફિલ્મને લઈને ચર્ચામાં છે. અભિનેતાને તાજેતરમાં 54માં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI)માં જોવામાં આવ્યો હતો. જ્યાં લોકો તેની પ્રેમાળ શૈલી જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સલમાન ખાન તેની ભત્રીજીની પ્રથમ ફિલ્મ 'ફરે'ની સ્ટાર કાસ્ટ સાથે ફેસ્ટિવલમાં પહોંચ્યો હતો. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ફિલ્મને પ્રમોટ કરવાનો હતો.
કપાળ પર કિસ કરી
ખાસ પ્રસંગ માટે, અલીઝેહે થાઈ હાઈ સ્લિટ વાળી ઓફ વ્હાઈટ, હોલ્ટર નેક મેક્સી પહેરી હતી. સલમાને ગ્રીન શર્ટ, બેજ ટ્રાઉઝર અને સ્ટેટમેન્ટ બેલ્ટ સાથે જોડી દીધો. પરંતુ ફિલ્મના પ્રમોશન દરમિયાન સલમાનની ફની સ્ટાઇલ ચર્ચાનો વિષય બન્યો છે. એક વીડિયોમાં સલમાન ખાન એક વરિષ્ઠ પત્રકારને ગળે લગાડતો અને કપાળ પર કિસ કરતો જોવા મળ્યો છે. તેમની આવી ફની સ્ટાઈલ વાયરલ થઈ ચૂકી છે. ચાહકો IFFI ગોવામાં ટાઇગર અભિનેતાની વાતચીતને પસંદ કરી રહ્યા છે. જ્યારે સલમાન ખાન ફિલ્મ ફેસ્ટિવલમાં એન્ટ્રી લેવા માટે આવે છે ત્યારે તે પોતાની સામે ઘણા પત્રકારોને જુએ છે. પછી તે મહિલા પત્રકારને હગ કરે છે અને કપાળ પર કિસ કરે છે. જેની સામે મહિલા કહે છે કે, ડ્રામા મત કર.....
ટાઈગર 3માં કેમિયોએ ધ્યાન ખેંચ્યું
ટાઇગર 3 વિશે વાત કરીએ તો, આ ફિલ્મમાં કેટરિના કૈફ અને ઇમરાન હાશ્મી પણ મુખ્ય ભૂમિકામાં છે. 12 નવેમ્બરે રિલીઝ થયેલી આ ફિલ્મમાં શાહરૂખ ખાન અને રિતિક રોશનનો કેમિયો પણ છે. 'ટાઈગર 3'માં 'એક થા ટાઈગર', 'ટાઈગર ઝિંદા હૈ', 'વોર' અને 'પઠાણ' પછીની ઘટનાઓ બતાવવામાં આવી છે. ટાઇગર 3 માં શાહરૂખના કેમિયોએ પણ ઘણું ધ્યાન ખેંચ્યું છે અને ચાહકો ટાઇગરએક્સ પઠાણ ક્રોસઓવરને સંપૂર્ણપણે પ્રેમ કરી રહ્યા છે.