• એકતા પર શુભેચ્છાની વર્ષા થતા ઈમોશનલ થઈ

  • વીડિયો પોસ્ટ કરીને કહી પોતાના મનની વાત
  • પિતા અને ભાઈને ખાસ અંદાજમાં કહ્યું થેંક્યુ

એકતા કપૂર 51માં ઈન્ટરનેશનલ એમી એવોર્ડ્સમાં એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય નિર્માતા બની છે. આ સન્માન મળ્યા બાદ પ્રખ્યાત ફિલ્મ નિર્માતા પણ ભાવુક થઈ ગઈ હતી. એકતાએ તેના ઈન્સ્ટાગ્રામ પર તેના ચાહકો સાથે એક નાનો વીડિયો શેર કર્યો છે. ટીવી ક્વીન કહેવાતી એકતા કપૂર ટીવીથી લઈને ફિલ્મો સુધીના તેના ઉત્તમ કન્ટેન્ટ માટેજાણીતી છે. હવે એકતા કપૂરે પોતાની શાનદાર કારકિર્દીમાં વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે.

સેલેબ્સે પાઠવ્યા એકતાને અભિનંદન

એકતા કપૂરને ન્યૂયોર્કમાં 51માં ઇન્ટરનેશનલ એમી ખાતે જાણીતા લેખક અને નવા યુગના નેતા દીપક ચોપરા દ્વારા પ્રસ્તુત 'ઇન્ટરનેશનલ એમી ડિરેક્ટોરેટ એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવી છે. એકતા કપૂરે આ વાત પોતાના ભાઈ અને પિતા માટે કહી હતી. ઈન્ટરનેશનલ એમી ડિરેક્ટોરેટ એવોર્ડ પ્રાપ્ત કરવા પર એકતા કપૂરે કહ્યું કે હું મારા જીવનમાં આવેલા તમામ પુરુષોનો પણ આભાર માનું છું. ખાસ કરીને મારા પિતા અને મારા ભાઈ, જેઓ હાલમાં પણ મારા પુત્રની સંભાળ લઈ રહ્યા છે. મૌની રોયે એકતા કપૂરને અભિનંદન પાઠવ્યા હતા. કુંડળી ભાગ્ય અભિનેત્રી શ્રદ્ધા આર્યાએ એકતા કપૂરને 'બોસ' કહી હતી. તેણે એમ પણ લખ્યું કે, "મોટા અભિનંદન બોસ!"

શુભેચ્છાઓનો વરસાદ

એકતા કપૂરને ઈન્ટરનેશનલ એમી ડિરેક્ટોરેટ એવોર્ડ મળ્યા બાદ સમગ્ર ઈન્ડસ્ટ્રી તેના પર ગર્વ અનુભવી રહી છે. મૌની રોયે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી અપડેટ કરી અને એકતા કપૂર દ્વારા પોસ્ટ કરવામાં આવેલ વીડિયો શેર કર્યો. નાગિન સિરીયલની અભિનેત્રીએ લખ્યું, "અમે બધાને ખૂબ ગર્વ છે. હાર્દિક અભિનંદન, તમારા માટે હંમેશા ઉત્સાહિત છીએ." એકતા કપૂર માટે રિદ્ધિ ડોગરાનો સંદેશ પણ સામે આવ્યો છે. ઈન્ડસ્ટ્રીની ઘણી અભિનેત્રીઓની જેમ રિદ્ધિ ડોગરાએ પણ એકતા કપૂરની પ્રશંસા કરી હતી. અભિનેત્રીએ લખ્યું, "એકતા કપૂરને ખૂબ ખૂબ અભિનંદન."

  • Follow us on: