• પીઢ અભિનેત્રી ફરીદા જલાલે વીતેલા સમયને યાદ કરી શાહરૂખ ખાન સાથે સંપર્ક ન હોવાની વાત કરી
  • શાહરૂખ ખાન અને ફરીદા જલાલે ઘણી હિટ હિન્દી ફિલ્મો કરી હતી
  • જો કે શાહરૂખ અને ફરીદા ઘણા સમયથી ક્યાંય સાથે જોવા નથી મળ્યા એ હકીકત છે


વીતેલા જમાનાની પીઢ અભિનેત્રી ફરીદા જલાલે જણાવ્યું કે શાહરૂખ ખાન સાથે તેનો સંપર્ક સમાપ્ત થઈ ચુક્યો છે. બંને એકબીજાના સંપર્કમાં નથી. પણ જ્યારે આ નિવેદનની ચર્ચા બધે થવા લાગી તો તેમને તાજેતરમાં એક મુલાકાતમાં જણાવ્યું કે મારા નિવેદનનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે. મારા કહેવાનો અર્થ કંઈક બીજો હતો. મહત્ત્વનું છે કે ફરીદા જલાલ અને શાહરૂખ ખાન સાથે ઘણી બધી બોલિવૂડની ફિલ્મો કરી છે.

ફરીદા જલાલે કંઈક આવું નિવેદન આપ્યું

મળતી માહિતી અનુસાર, ફરીદા જલાલે કહ્યું હતું કે, શાહરૂખ ખાને પોતાનો ફોન નંબર બદલી નાખ્યો હશે અને મારી પાસે નવો નંબર નથી. તેથી જ અમારી વચ્ચે વાતચીત અટકી ગઈ છે. બંનેનો સંપર્ક ખોવાઈ ગયો છે. ફરીદા જલાલે પોતાના નિવેદન પર ભાર મૂક્યો અને કહ્યું કે મારી વાતનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે.

ફરીદા જલાલ-શાહરૂખ ખાન વચ્ચે સંપર્ક તૂટયો

પોતાના જૂના નિવેદનને રિપીટ કરતા તેમને કહ્યું - મેં હમણાં જ કહ્યું હતું કે આજે મારી પાસે જે શાહરૂખ ખાનનો ફોન નંબર છે તે કદાચ બદલાઈ ગયો છે. આટલું જ મેં કહ્યું. મને જે પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો, મેં તેનો જવાબ બહુ ઓછા શબ્દોમાં આપ્યો. મને ખરાબ લાગ્યું કે લોકોએ મારા નિવેદનનો અર્થ એ લીધો કે હું શાહરૂખ વિશે કહી રહી હતી કે, તેનામાં પહેલા કરતાં ઘણો તફાવત છે. હું એવું કેમ કહીશ?

શાહરૂખ ખાન ફરીદા જલાલે ઘણી ફિલ્મો કરી

"જ્યારે તે નાનો હતો ત્યારે તે થોડો કાચો હતો, પરંતુ હવે તે સમય સાથે ઘણો સુધરી ગયો છે. હું કહું છું કે તે અત્યારે શ્રેષ્ઠ છે." તમને જણાવી દઈએ કે ફરીદા અને શાહરૂખે ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. જેમાં 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે (1995)', 'ડુપ્લિકેટ (1998)', 'કુછ કુછ હોતા હૈ (1998)' અને 'કભી ખુશી કભી ગમ (2008)'નો સમાવેશ થાય છે. હાલમાં જ ફરીદા જલાલ વેબ સિરીઝ 'હીરામંડી'માં જોવા મળી હતી. મનીષા કોઈરાલા, સોનાક્ષી સિંહા, સંજીદા શેખ, અદિતિ રાવ હૈદરીએ તેની સાથે સ્ક્રીન શેર કરી હતી.

શાહરૂખ ખાનની વાત કરીએ તો, અભિનેતા છેલ્લે રાજકુમાર હિરાની દ્વારા નિર્મિત ફિલ્મ 'ડંકી'માં જોવા મળ્યો હતો. આમાં તેણે અનેક ભૂમિકાઓ ભજવી હતી. તેની સાથે તાપસી પન્નુ અને વિકી કૌશલ પણ લીડ રોલમાં જોવા મળ્યા હતા.


  • Follow us on: