ફિલ્મ મેકર અને શ્રીદેવીના પતિ બોની કપૂરે ખુલાસો કર્યો છે કે, આગામી ફિલ્મ "મોમ"ની સિક્વલમાં તેમની પુત્રી જાહ્નવી અથવા ખુશી અભિનય કરતી જોવા મળશે. શ્રીદેવી વર્, 2017માં આવેલી ફિલ્મ મોમમાં જોવા મળ્યા હતા. જે બાદ તેમનુ મૃત્યુ થયું હતુ. હવે તેમની બંને પુત્રીઓ જાહ્નવી અને ખુશી બોલીવુડમાં પદાપર્ણ કરી ચુકી છે. ત્યારે તેમના પિતા બોની કપૂરે મહત્વપૂર્ણ વાત મીડિયાને જણાવી છે.


માતાના પગલે પુત્રીઓઃબોની કપૂર

ફિલ્મ નિર્માતા બોની કપૂરે જણાવ્યુ છે કે, તેઓ ફિલ્મ "મોમ"ની સિક્વલ બનાવી રહ્યા છે. અને તેમા તેમની પુત્રી જાહ્નવી કે ખુશીને કાસ્ટ કરી શકે છે. તેમની બંને પુત્રીઓ માતા શ્રીદેવીની જેમ અભિનયમાં કારકિર્દી બનાવવા માટે પ્રયત્ન કરતી રહે છે. IIFA 2025ના ગ્રીન કાર્પેટ પર મીડિયા સાથે વાચત કરતા બોની કપૂરે આ અંગે જણાવ્યુ હતુ. તેઓએ તેમની બંને જાહ્નવી અને ખુશીની પ્રશંસા કરી હતી. અને સાથે જ આશા વ્યક્ત કરી હતી કે, આગામી સમયમાં બંને અભિનેત્રીઓ તેમની માતાની જેમ સફળતા મેળવે.

ફિલ્મ "મોમ"ની સિક્વલમાં તેમની પુત્રીનો અભિનય

બોની કપૂરે મીડિયા સાથે વાતચીત કરતા હિન્ટ આપી હતી કે, ફિલ્મ "મોમ"ની સિક્વલ ખુશીનો અભિનય દર્શકો જોઇ શકે છે. ખુશીની અત્યાર સુધી ત્રણ ફિલ્મો રિલીઝ થઇ છે. જેમાં આર્ચિઝ, લવયાપા અને નાદાનિયાનો સમાવેશ થાય છે. આગામી સમયમાં ફિલ્મ નો એન્ટ્રી બાદ તેઓ ફિલ્મ "મોમ"ની સિક્વલ પર કામ શરુ કરશે. ખુશી તેની માતા શ્રીદેવીના પગલે ચલવાના પ્રયત્ન કરી રહી છે. શ્રીદેવી હિન્દીની સાથે રિજનલ સિનેમા પણ ટોપની સ્ટાર હતી. તેમ દિવંગત અભિનેત્રીના પતિ બોની કપૂરે જણાવ્યુ હતુ.

ખુશી કપૂરનું બોલીવુડ કરિયર

ખુશી કપૂરે 2023માં આવેલી ફિલ્મ ધ આર્ચિઝથી બોલીવુડમાં ડેબ્યુ કર્યુ હતુ. અને આ ફિલ્મ નેટફ્લિક્સ પર રીલીઝ થઇ હતી. તો આ વર્ષે ખુશી અને જુનેદ ખાનની ફિલ્મ લવયાપા અને ઇબ્રાહિમ અલી ખાનની ફિલ્મ નાદાનિયા થિયેટરોમાં આવી હતી. પરંતુ આ ત્રણેય ફિલ્મો દર્શકોએ નકારી કાઢી હતી. હવે જ્યારે બોની કપૂર પોતાની આગામી ફિલ્મ "મોમ"ની સિક્વલમાં ખુશીને કાસ્ટ કરવા બાબતે વિચારી રહ્યા છે તો ખુશીને અભિનય મામલે સૌથી વધુ મહેનત કરવી પડશે. 

  • Follow us on: