• ફેન્સ શ્રીદેવીની 61મી બર્થ એનિવર્સરી પર એક્ટ્રેસને યાદ કરી રહ્યા છે
  • શ્રીદેવીના પરિવારે પણ શ્રીદેવી વિશે ઈમોશનલ પોસ્ટ શેર કરી છે
  • જાહ્નવી કપૂર અને શિખર પહાડિયાએ તિરુપતિ બાલાજી મંદિરમાં પૂજા કરી

બોલિવુડ એક્ટ્રેસ જાહ્નવી કપૂરે તેની માતા શ્રીદેવીની બર્થ એનિવર્સરી પર તિરુપતિ બાલાજી મંદિરની મુલાકાત લેવાની પરંપરા ચાલુ રાખી છે. આ મંદિર કપૂર પરિવારના દિલમાં વિશેષ સ્થાન ધરાવે છે કારણ કે દિવંગત એક્ટ્રેસ અવારનવાર ત્યાં જતી હતી. શ્રીદેવીના આકસ્મિક નિધન બાદ જાહ્નવી કપૂરે આ પરંપરા ચાલુ રાખી છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં તેનો બોયફ્રેન્ડ શિખર પહાડિયા પણ એક્ટ્રેસ સાથે જોવા મળ્યો છે.

જાહ્નવી અને શિખરે કર્યા દર્શન

આ વર્ષે જાહ્નવીની તિરુપતિની આ ચોથી મુલાકાત છે. આજે કપલ ટ્રેડિશિનલ વેયર પહેરીને મંદિર પરિસરમાં ચક્કર લગાવતા જોવા મળે છે. જ્યારે જાહ્નવી કપૂરે ગોલ્ડ ટેમ્પલ જ્વેલરી સાથે ટીલ અને યલો બ્રોકેટ સિલ્કની સાડી પહેરી હતી, જ્યારે શિખરે ગોલ્ડન બોર્ડરવાળી સફેદ વેષ્ટી પહેરી હતી. એક વીડિયોમાં બંને દર્શન કરતાં જોવા મળે છે.

 

 

ફેન્સ કરી રહ્યા છે વખાણ

ફેન્સને પણ જાહ્નવી કપૂર અને શિખર પહાડિયાની એકસાથે મંદિરની મુલાકાત આ રીતે પસંદ આવી રહી છે. ફેન્સ આ બોલિવુડ કપલની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. આ પહેલા જાહ્નવી કપૂરે પણ સોશિયલ મીડિયા પર કેટલાક ફોટો શેર કર્યા છે. આમાંથી એક ફોટો તિરુપતિ બાલાજી મંદિરની સીડીઓનો છે. બીજી તસવીર શ્રીદેવી અને જાહ્નવીની છે, જેમાં તે ઘણી નાની જોવા મળી રહી છે. છેલ્લી તસવીરમાં જાહ્નવી કપૂર યલો કલરની ટ્રેડિશિનલ સાડીમાં જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર ફેન્સ પણ જાહ્નવી કપૂરના રિવાજો અને પરંપરાઓને ફોલો કરવા બદલ તેની પ્રશંસા કરી રહ્યા છે.

  • Follow us on: