• 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'થી દરેક ઘરમાં ફેમસ એક્ટરે ચોંકાવનારો ખુલાસો કર્યો છે
  • એક્ટરે ખુલાસો કર્યો કે તેના પર લાખોનું દેવું છે
  • તેણે ઘણા દિવસોથી ખાવાનું પણ ખાધુ નથી

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' આજે પણ દરેકનો ફેવરિટ શો છે. આ શોના દરેક કલાકાર ફેન્સના દિલમાં છે. લોકો આજે પણ એ કલાકારોને યાદ કરે છે, જેઓ એક સમયે આ શો સાથે જોડાયેલા હતા. પરંતુ શું તમે જાણો છો કે આ શોના એક એક્ટરની હાલમાં શું હાલત છે? તે લાખોના દેવામાં ડૂબી ગયો છે. તેના માથા પર એટલું દેવું છે કે તેની સાથે ફેન્સ પણ ટેન્શનમાં હશે.

દેવામા ડૂબ્યો ગુરુચરણ સિંહ

તમને જણાવી દઈએ કે, હવે જે એક્ટરે આ મોટો ખુલાસો કર્યો છે તે બીજું કોઈ નહીં પણ ગુરુચરણ સિંહ છે, જે છેલ્લા કેટલાક દિવસોથી મીડિયાની ચર્ચામાં છે. ગુરુચરણ તાજેતરમાં ગુમ થયો હતો અને ગુમ થયા બાદ પોલીસ તેને દરેક જગ્યાએ શોધી રહી હતી. એક્ટરને લઈને સમગ્ર દેશ ચિંતિત હતો અને 25 દિવસ સુધી ગુમ થયા બાદ તે પોતે દુનિયા સમક્ષ હાજર થયો. હવે એ જ ગુરુચરણ સિંહે ખુલાસો કર્યો છે કે તેઓ દેવાદાર છે.

34 દિવસથી ખાધું નથી

તાજેતરના ઈન્ટરવ્યુમાં ગુરુચરણ સિંહે ખુલાસો કર્યો છે કે તે 34 દિવસથી ખાતો નથી. એટલું જ નહીં તેની પાસે 100 લાખ રૂપિયાથી વધુ એટલે કે 1 કરોડ 20 લાખ રૂપિયાની લોન છે. તેને પોતાના નિવેદનમાં સ્પષ્ટ કહ્યું કે આજે 34મો દિવસ છે અને તેને ભોજન લીધું નથી. હું દૂધ, ચા, નારિયેળ પાણી જેવો પ્રવાહી ખોરાક લઉં છું. એક્ટરે કહ્યું કે કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં તે ખાય છે, જેમ કે ગુરુજીનો આશ્રમ. જો ત્યાં કોઈ પાઠ હોય, તો સોમવારે એક્ટર ત્યાં જાય છે અને સમોસા અથવા બ્રેડ પકોડા ખાય છે અને તેની સાથે તે દિવસે તેને કંઈક મીઠાઈ અથવા ચા પણ મળે છે. ગુરુચરણે કહ્યું કે બાકીના દિવસોમાં તેને સંપૂર્ણ ભોજન મળે છે અને તે ભગવાનનો પ્રસાદ છે, તેથી કોઈ ના પાડે નહીં.

દેવાથી કંટાળી ગયો એક્ટર

પોતાની લોન વિશે જણાવતા એક્ટરે કહ્યું કે છેલ્લા 4 વર્ષથી તે સતત કોઈને કોઈ કામ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેને ઘણા ધંધાઓ કરવાનો પ્રયાસ પણ કર્યો પરંતુ તે બધામાં નિષ્ફળ ગયો. ગુરચરણ હવે આ બધી નિષ્ફળતાઓથી કંટાળી ગયો છે. હવે તેઓ રાહ જોઈ રહ્યા છે કે તેમના પૈસા તેમની પાસે પાછા આવે અને તેઓ તેમના તમામ દેવાની ચૂકવણી કરી શકે. તમને જણાવી દઈએ કે, તેના પર બેંકો અને ઈએઆઈનું લગભગ 55 થી 60 લાખ રૂપિયાનું દેવું છે. આ સિવાય તેને તેના મિત્રો પાસેથી પણ પૈસા ઉછીના લીધા છે.

  • Follow us on: