• ગોવિંદાનું ફિલ્મ મેકર જોડે થઈ ગયું પેચઅપ

  • આગામી સમયમાં લાવી શકે છે કોઈ ફિલ્મ
  • દિવાળીની પાર્ટીમાં થઈ હતી મોટી ચર્ચા

નિર્માતા રમેશ તૌરાનીની દિવાળી પાર્ટીમાં ફિલ્મ નિર્માતા ડેવિડ ધવન અને ગોવિંદા એકબીજા સાથે વાત કરતા જોવા મળ્યા હતા. હવે ગોવિંદાએ પુષ્ટિ કરી છે કે તેણે અને ડેવિડનું પેચઅપ કર્યું છે અને બંને તાજેતરમાં બીજી વખત મળ્યા છે. એક ઈન્ટરવ્યુમાં ગોવિંદાએ એ પણ માહિતી આપી હતી કે, તે લગભગ 20 વર્ષ પછી બોલિવૂડની પાર્ટીમાં સામેલ થયો હતો. તેમજ તેણે પોતે પણ કહ્યું હતું કે તેણે ડેવિડ ધવન સાથે પેચઅપ કર્યું છે. એક ઈન્ટરવ્યુમાં ચાહકોની વિનંતી પર ખુશી વ્યક્ત કરતા ગોવિંદાએ કહ્યું, 'હું ખુશ છું કે લોકોને હજુ પણ લાગે છે કે આપણે સાથે કામ કરવું જોઈએ. આ તેમનો પ્રેમ છે.

એક્ટરે પોતે જ વાત કરી દીધી

અમારું પેચ-અપ થઈ ગયું છે. આ અમારી બીજી મુલાકાત હતી. અમે દિવાળીની પાર્ટીમાં સાથે સારો સમય પસાર કર્યો. અમે ભૂતકાળને ખેંચવામાં માનતા નથી. અમે અમારી ફરિયાદોનું નિરાકરણ કર્યું છે. જો કે, આ મીટિંગમાં, ફિલ્મો વિશે વાત કરવી એ અમારી પ્રાથમિકતા નહોતી, અમે ફક્ત અમારી સારી યાદો વિશે વાત કરી. ઈન્ટરવ્યુમાં ગોવિંદાએ કહ્યું હતું કે તે તાજેતરમાં જ ફિલ્મ પ્રોડ્યુસર રમેશ તૌરાનીની દિવાળી પાર્ટીમાં ગયો હતો. તે કોઈ ગ્રૂપ પાર્ટી નહીં પરંતુ ઈન્ડસ્ટ્રી પાર્ટી હતી. અભિનેતાએ વધુમાં કહ્યું કે, આજકાલ બોલિવૂડની પાર્ટીઓ ગ્રુપમાં ફેરવાઈ ગઈ છે. લોકો ફક્ત ચોક્કસ કેમ્પમાં જાય છે અને તેમના જૂથને મળે છે. જો તમે આ પાર્ટીઓમાં જોવા ન મળે તો તમને સામાજિક ગણવામાં આવતા નથી.


18 જેટલી ફિલ્મો સાથે કરી

ગોવિંદાએ કહ્યું, '90ના દાયકામાં મને, કરિશ્મા કપૂર, ગોવિંદા અને ડેવિડને એક જૂથ માનવામાં આવતું હતું જ્યારે અમે માત્ર કલાકારો સાથે કામ કરતા હતા.' જોકે, હકીકત એ પણ માનવી પડે કે, ડેવિડની ઘણી ફિલ્મો ગોવિંદાએ કરી છે. ગોવિંદા જેટલો કોમેડી એક્ટર તરીકે જાણીતો છે એટલો જ એક્શન હિરો તરીકે પણ કામ કરી ચૂક્યો છે. ગોવિંદાએ એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં તેમણે આ પ્રકારની વાત કરી દીધી. રાજા બાબુ, કુલી નંબર 1, હીરો નંબર 1, બડેમિયા છોટે મિયાં અને સાજન ચલે સસુરાલ જેવી 18 જેટલી ફિલ્મોમાં ગોવિંદાએ જોરદાર કામ કર્યું છે.

  • Follow us on: