• ભારતમાં વિદેશી ફિલ્મ બનાવવા માટે ભારત સરકારની રાહત
  • ભારત સરકારે ફિલ્મ બનાવવા પ્રોત્સાહન રકમ 40 ટકા કરી
  • આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં અનુરાગ ઠાકુરે કરી જાહેરાત

કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે ભારતમાં વિદેશી ફિલ્મોના નિર્માણ માટે થનારા ખર્ચને લઇને પ્રોત્સાહન રકમમાં વધારો કર્યો છે. વિદેશી ફિલ્મોનું નિર્માણ કરવા માટે પ્રોત્સાહન વધારવા અને દેશમાં થતા ખર્ચના વળતરની મર્યાદા વધારવાની જાહેરાત કરી છે.

પહેલા 30 ટકા સુધીનું મળતુ પ્રોત્સાહન

મહત્વનું છે કે ગયા વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં કેન્દ્ર સરકારે ભારતમાં વિદેશી ફિલ્મોના નિર્માણ માટે પ્રોત્સાહક યોજના શરૂ કરી હતી. જેમાં 2.5 કરોડની મર્યાદા સાથે દેશમાં થયેલા ખર્ચના 30 ટકા સુધીની વળતરની ઓફર કરી હતી. ત્યારે હવે કલાત્મક અભિવ્યક્તિ માટે ભારતની પ્રતિબદ્ધતા અને સમર્થનને પ્રતિબિંબિત કરતા વિદેશી ફિલ્મ નિર્માણ માટે પ્રોત્સાહનો વધારીને 40 ટકા કરવામાં આવશે તેમ અનુરાગ સિંહ ઠાકુરે જણાવ્યું હતું.

30 કરોડની હશે મહત્તમ સીમા

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ અને યુવા બાબતો અને રમતગમત મંત્રી શ્રી અનુરાગ સિંહ ઠાકુરે કહ્યું છે કે ભારત દેશમાં વિદેશી ફિલ્મો બનાવવા માટે પ્રોત્સાહિત કરશે. આ માટે પ્રોત્સાહક રકમમાં ફિલ્મ નિર્માણના ખર્ચના 40 ટકાનો વધારો કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે તેની મહત્તમ સીમા 30 કરોડ રૂપિયા સુધીની હશે. જેમાં ભારતીય વિષય વસ્તુ માટે પાંચ ટકાનું વધારાનું બોનસ પણ મળશે. ગોવાના પણજીમાં ભારતના 54મા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલના ઉદ્ઘાટન સંબોધનમાં આ વાત કહી હતી. અનુરાગ ઠાકુરે વધુમાં જણાવ્યું હતું કે ભારતનું કદ અને વિશાળ સંભાવનાને ધ્યાનમાં રાખીને દેશમાં મધ્યમ અને મોટા બજેટના આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટને આકર્ષવા માટે ઉચ્ચ પ્રોત્સાહનોની જરૂર છે. તેમણે કહ્યું કે ફિલ્મ નિર્માણને પ્રોત્સાહિત કરવામાં આ દાખલો પરિવર્તન ભારતની પ્રતિબદ્ધતા અને કલાત્મક અભિવ્યક્તિ માટે સમર્થનના પુરાવા તરીકે કામ કરે છે અને સિનેમેટિક પ્રયાસો માટે પસંદગીના ગંતવ્ય તરીકે અમારી સ્થિતિને મજબૂત બનાવે છે.


  • Follow us on: