• એપ્રિલ કે મે મહિનામાં થઈ શકે છે લગ્ન
  • આરતી સિંહના મુંબઈમાં જ થશે લગ્ન
  • બિગ બોસ 13નો ભાગ રહી ચૂકી છે આરતી

બોલિવૂડના જાણીતા એક્ટર ગોવિંદા હંમેશા કોઈને કોઈ કારણોસર સતત ચર્ચાનો ભાગ બનતા રહ્યા છે. એક્ટર પ્રોફેશનલ લાઈફની સાથે સાથે જિંદગીને લઈને પણ ચર્ચામાં રહ્યા છે. આ સમયે હાલમાં જે સમાચાર સામે આવી રહ્યા છે તેમાં જાણવા મળી રહ્યું છે કે ગોવિંદાની ભાણી આરતી સિંહ લગ્ન કરવાની તૈયારીમાં છે. ટીવી એક્ટ્રેસની સાથે સાથે બિગ બોસનો ભાગ રહી ચૂકેલી આરતી જલ્દી જ લગ્ન કરશે. માહિતિના અનુસાર એક્ટ્રેસ પોતાના બોયફ્રેન્ડ દીપક ચૌહાણની સાથે લગ્ન કરવા જઈ રહી છે.

એપ્રિલ કે મે મહિનામાં થઈ શકે છે લગ્ન

કોમેડિયન અને એક્ટર કૃષ્ણા અભિષેકની બહેને જ તેના લગ્નના સમાચારને કન્ફર્મ કર્યા છે. તેના અનુસાર આ વર્ષે એપ્રિલ કે મે મહિનામાં તે લગ્ન કરશે. તેના પછી હવે પ્રશ્ન એ થાય કે આ લગ્નમાં કોણ કોણ સામેલ થશે. શું આરતીના મામા પણ લગ્નમાં સામેલ થશે. તો હાલમાં આરતી સિંહે જે વાત કહી છે તેના અનુસાર તેણે કહ્યું કે તે જલ્દી જ તેના બોયફ્રેન્ડની સાથે લગ્ન કરવા જઈ રહી છે.

મુંબઈમાં જ થશે લગ્ન

આરતી સિંહના લગ્ન મુંબઈમાં જ યોજાશે તેવી ચર્ચાઓ છે. હાલમાં લગ્નના સ્થળને લઈને ડિસ્કશન ચાલી રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે આ ખાસ લગ્નમાં અનેક મોટી વ્યક્તિઓ સામેલ થઈ શકે છે. લગ્નના તમામ ફંક્શન પણ મુંબઈમાં જ યોજાશે. ઉલ્લેખનીય છે કે આરતી નાના પડદા પરની જાણીતી એક્ટ્રેસમાંની એક છે અને તેના ઈન્ડસ્ટ્રીમાં અનેક મિત્રો છે. તેના કારણે હવે એ જોવાનું રહે છે કે આ લગ્નમાં કોણ કોણ સામેલ થઈ શકે છે.

જાણો કોને મોકલાશે લગ્નનું આમંત્રણ

મળી રહેલી જાણકારી અનુસાર ભલે મામા ગોવિંદાની સાથે કૃષ્ણા અભિષેકના સંબંધો સુમેળભર્યા ન હોય પણ આરતી સિંહના લગ્નમાં તેમને પણ બોલાવવામાં આવશે. આ સાથે આશા રાખવામાં આવી રહી છે કે તે પોતાની ભાણીને આશીર્વાદ આપવા માટે આવશે. મહેમાનોની વાત કરીએ તો આ લિસ્ટમાં સુપર સ્ટાર સલમાન ખાનનું નામ પણ સામે આવી રહ્યું છે. તો તેમના સિવાય સિદ્ધાર્થ શુક્લાનો પરિવાર અને શહનાઝને પણ લગ્નનું આમંત્રણ મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.  

  • Follow us on: