• નતાશા અને હાર્દિકના સંબંધોમાં ખટાશના સમાચારે જોર પકડ્યું
  • જીતનો આનંદ એવો હતો કે હાર્દિકના આંસુ રોકાતા ન હતા
  • છતાં પણ હાર્દિક પંડ્યાના સમર્થનમાં પત્ની નતાશાએ પોસ્ટ ન કરી

ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકાને હરાવીને ટી20 વર્લ્ડ કપ જીત્યો હતો. આ જીત બાદ મેદાન પર ખુશીના આંસુ જોવા મળ્યા હતા. કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલીથી લઈને વાઈસ કેપ્ટન હાર્દિક પંડ્યા સુધીની પાંપણ ભીની જોવા મળી હતી. જીત બાદ સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ હતો.વિરાટ કોહલી તેની પત્ની અનુષ્કા શર્મા અને બાળકો સાથે વીડિયો કોલ પર વાત કરતો જોવા મળ્યો હતો પરંતુ હાર્દિક પંડ્યા એકલો જોવા મળ્યો હતો.

તેની પત્ની નતાશા સ્ટેનકોવિક ન તો સ્ટેડિયમમાં જોવા મળી હતી અને ન તો તેણે સોશિયલ મીડિયા પર કોઈ પોસ્ટ શેર કરી હતી કે ન તો તેને જીત પર અભિનંદન આપવા માટે વીડિયો કોલ કર્યો હતો. ત્યાર બાદ ફરી એકવાર નતાશા અને હાર્દિકના સંબંધોમાં ખટાશના સમાચારે જોર પકડ્યું હતું. સાઉથ આફ્રિકા સામેની મેચ એટલી રોમાંચક હતી કે એક સમયે ભારતની હાર નિશ્ચિત જણાતી હતી. પરંતુ ભારતીય બોલરોએ અંત સુધી આશા ગુમાવી ન હતી અને જીત મેળવવામાં સફળ રહ્યા હતા. હાર્દિક પંડ્યાએ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને ખતરનાક દેખાતા હેનરિક ક્લાસેનની વિકેટ લઈને ભારતની વાપસી કરી હતી.

આટલું જ નહીં ઇનિંગની છેલ્લી ઓવર લાવનાર હાર્દિકે પહેલા જ બોલ પર ડેવિડ મિલરની મોટી વિકેટ લઈને ભારતને જીતની ઉંચાઈ સુધી પહોંચાડ્યું હતું. સૂર્યકુમાર યાદવના પણ વખાણ કરવા જોઈએ જેમણે બાઉન્ડ્રી પર દબાણમાં અદભૂત કેચ લીધો હતો. હાર્દિકે છેલ્લી ઓવરમાં 16 રનનો બચાવ કર્યો અને જીત સાથે જ તેની આંખોમાં આંસુ આવી ગયા હતા. જીતનો આનંદ એવો હતો કે હાર્દિકના આંસુ રોકાતા ન હતા. કેપ્ટન રોહિત શર્મા અને હેડ બેટ્સમેન રાહુલ દ્રવિડે પણ હાર્દિકને ગળે લગાવ્યો હતો.

નતાશાએ એક પણ પોસ્ટ કરી નથી

એક તરફ જ્યાં રોહિત શર્મા, વિરાટ કોહલી સહિત અન્ય ક્રિકેટર્સ પોતાની પત્ની અને બાળકો સાથે જીતની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે હાર્દિક એકલો જોવા મળ્યો હતો. તેને ગળે લગાડવા ઘરેથી કોઈ નહોતું. હાર્દિકની પત્ની મેચ જોવા માટે ન તો સ્ટેડિયમમાં આવી હતી અને ન તો તેણે અત્યાર સુધી કોઈ સોશિયલ મીડિયા પોસ્ટ પર તેને જીત પર અભિનંદન આપ્યાં છે. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા પર યુઝર્સે તેમના સંબંધો વિશે વાત કરવાનું શરૂ કરી દીધું છે. કેટલાક યુઝર્સ દાવો કરી રહ્યા છે કે બંને અલગ થઈ ગયા છે.

બંને અલગ થયા હોવાની ચર્ચા

તે વિચિત્ર છે કે વર્લ્ડ કપ જીતવા પર નતાશાની કોઈ પ્રતિક્રિયા નહોતી કારણ કે એક સમયે તે હાર્દિકને સપોર્ટ કરવા સ્ટેડિયમમાં જોવા મળતી હતી. હવે સ્થિતિ એવી છે કે તે આખા T20 વર્લ્ડ કપમાં એકપણ મેચમાં જોવા મળી ન હતી અને ન તો તેણે કોઈ સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરી હતી. આટલું જ નહીં, IPL 2024માં પણ નતાશા સાથે આવું જ જોવા મળ્યું હતું. હવે સવાલ એ છે કે શું હાર્દિક-નતાશા અલગ થઈ ગયા છે? IPL દરમિયાન પણ આ છૂટાછેડાના અહેવાલો સામે આવ્યા હતા. જોકે, બંને તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી.


  • Follow us on: