કોમેડિયન ભારતી સિંહ બેંગકોકથી પરત ફર્યા બાદ ઘણા દિવસોથી બિમારી સામે લડી રહી છે અભિનેત્રીને તાવ આવ્યો હોવાની તબિયત એટલી બગડી ગઈ કે તેને હોસ્પિટલમાં જવું પડ્યું હતું. ભારતી સિંહ સ્વસ્થમાં ઉતાર-ચઢાવ આવતા રડી પડી હતી. જો ભારતી સિંહના સ્વાસ્થ્ય વિશે વાત કરીઓ તો તે છેલ્લા કેટલાક વર્ષોથી સતત રોગોથી પીડાઈ રહી છે.


ભારતી સિંહનું સ્વાસ્થ્ય અપડેટ

બેંગકોકથી પાછી ફર્યા બાદ ભારતી સિંહ સતત તાવથી પરેશાન હતી. સતત તાવ બાદ ભારતી હોસ્પિટલમાં ગઈ જ્યાં તેની તપાસ કરવામાં આવી હતી. ભારતીની તપાસ અંગે પુષ્ટિ થયેલ માહિતી હજુ સુધી બહાર આવી નથી. જોકે, ભારતીના શુભેચ્છકો તેના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે.

ઈન્જેક્શન લેવાના ડરથી ભારતી સિંહ રડી

બેંગકોકથી પરત ફર્યા બાદ ભારતીએ એક વીડિયો બનાવ્યો અને જણાવ્યું હતું કે, જ્યારથી તે બેંગકોકથી પરત ફરી છે ત્યારથી તે સુસ્ત અને અસ્વસ્થ અનુભવી રહી છે. આવી સ્થિતિમાં, તેના પતિ હર્ષે બ્લડ ટેસ્ટ કરાવવાનું નક્કી કર્યું છે પરંતુ ભારતી ડરી જાય છે અને ઇન્જેક્શન લેવાના વિચારથી રડવા લાગે છે.

ભારતી સિંહ આ રોગોની ઝપેટમાં આવી હતી

હાલમાં ભારતી સિંહ સતત તાવથી પીડાઈ રહી છે. આ અંગે તપાસ ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે, એક વખત આવી જ સમસ્યાનો સામનો કર્યા બાદ તેને ડેન્ગ્યુ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું.

2024માં ભારતીને થઈ પિત્તાશયમાં પથ્થરી

ગયા વર્ષે એટલે કે વર્ષ 2024માં ભારતી સિંહ બીમાર હતી. તે દરમિયાન તેણે કહ્યું હતું કે મને કંઈપણ ખાધા પછી ઉલટી થાય છે. તેમજ મને પેટમાં દુખાવો થાય છે. ત્યાર બાદ તપાસમાં જાણવા મળ્યું કે ભારતીના પિત્તાશયમાં પથ્થરી છે જેના કારણે આવું થઈ રહ્યું છે.

વર્ષ 2018માં ભારતી સિંહ અને હર્ષને 3-4 દિવસ સુધી તાવ રહ્યો ત્યારબાદ તેઓ હોસ્પિટલ ગયા હતા. જ્યાં બંને ડેન્ગ્યુ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, ઘણા દિવસોની સારવાર પછી બંને સાજા થઈ ગયા હતા.


  • Follow us on: