• એક અલગ અવતારમાં જોવા મળશે એક્ટર
  • ફિલ્મ ફાઈટરનું શુટિંગ ખતમ થઈ ગયું છે
  • હવે સંપૂર્ણ ફોક્સ ક્રિશ 4 પર મૂકી દેવાયો છે

ઋત્વિક રોશનની સુપરહિટ ફિલ્મ ક્રિશ-4ની સ્ક્રિપ્ટ નક્કી થઈ ચૂકી છે. આ સ્ક્રિપ્ટને એક્ટરે યસ કહી દીધું છે. ફિલ્મ સાથે જોડાયેલા સુત્રો એવું કહે છે કે, આ ફિલ્મની સ્ક્રિપ્ટ રાકેશ રોશને લખી છે. છેલ્લા ઘણા સમયથી આ ફિલ્મને લઈને કેટલીક ચર્ચાઓ ચાલી રહી છે. જેમાં ખાસ તો સ્ક્રિપ્ટને લઈને વાતો થઈ રહી હતી. પણ હવે આખરે એક્ટરે આ સ્ક્રિપ્ટને યસ કહી દીધું છે. જોકે, આ વખતે કઈ નવી થીમ પર ફિલ્મ જોવા મળશે એ હજું સુધી સામે આવ્યું નથી.

આવતા વર્ષે શરૂ થશે શુટિંગ

હકીકતમાં, તે આવતા વર્ષે ફેબ્રુઆરી અથવા માર્ચમાં શૂટિંગ શરૂ થાય એવા એંધાણ વર્તાય છે. ડેડલાઈન સેટ થઈ ગઈ હોવાથી એક્ટર તૈયારીમાં છે. “તેણે ફાઈટર લગભગ પૂરી કરી લીધી છે, અને સંપૂર્ણ ધ્યાન ક્રિશ 4 પર છે. આ રોલ માટે તે ફિટનેસ ટ્રાન્સફોર્મેશનમાંથી પસાર થઈ રહ્યો છે. જે તેના સોશિયલ મીડિયા પર પણ જોવા મળી રહ્યું છે. ફિલ્મ સાથે જોડાયેલા સુત્રો એવું કહે છે કે, આ ફિલ્મ કોઈ ઈન્ટરનેશનલ લોકેશન પર શુટ થઈ શકે છે. વિદેશમાં શુટને લઈને હજું સુધી કોઈ પ્લાન બન્યો નથી. પણ ફિલ્મોમાં વિદેશના સીન હશે એ નક્કી છે. સબસીડી મળશે ત્યાં પહેલા શુટિંગ શરૂ થશે.

સ્ટારકાસ્ટ નક્કી નથી

મહત્ત્વના લોકેશન માટે તેઓ ફરીથી સિંગાપોર જઈ શકે છે. સિંગાપોરની મુલાકાત બાદ લોકેશન નક્કી થઈ શકે છે. પણ ફોક્સ એવી જગ્યાઓ પર છે જ્યાંથી સૌથી વધારે સબસીડી મળી રહે. કોઈ મિલ ગયા ફિલ્મથી આ ફિલ્મની કહાની શરૂ થઈ હતી. જે છેક ચોથા ભાગ સુધી લંબાવી દેવામાં આવી છે. જેમાં એક્ટરે એક સુપરહિરોનું પાત્ર પ્લે કર્યું હતું. આ ફિલ્મ બાદ ફિલ્મના માસ્ક અને એલિયનના લોગો જોરશોરથી ટ્રેન્ડમાં રહ્યા હતા. જોકે, ફિલ્મની એક્ટ્રેસ તરીકે ફરીથી પ્રિયંકા ચોપરાનો કેન્ટેક્ટ કરવામાં આવી શકે છે. જોકે, હજું સુધી ફિલ્મની સ્ટારકાસ્ટ નક્કી નથી. 

  • Follow us on: