સલમાનખાનની સિકંદર ફિલ્મ સિનેમાઘરમાં સારો દેખાવ ના કરી શકી. પરંતુ ટેલિવીઝન પર આવતા લોકપ્રિય રિયાલિટી બિગ બોસ શોને લઈને દબંગખાન ફરી ચર્ચામાં છે. 'બિગ બોસ 19' થોડા જ સમયમાં શાનદાર રીતે પરત ફરી રહ્યો છે. 'બિગ બોસ શો' શરૂ થયો ત્યારથી જ અનેક વખત વિવાદમાં જોવા મળ્યો છે. ટિકાકરો દ્વારા આ શોને લઈને અનેક વખત ઝાટકણી કરવામાં આવી છતાં આ શો દર્શકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.
દર્શકો રિયોલિટી શો જોવા આતુર
લોકપ્રિય રિયાલિટી બિગ બોસ શો અને સલમાન ખાન હંમેશા વિવાદમાં રહ્યા છે. સલમાનખાન પર જયપુરમાં એકબાજુ કોર્ટ કેસ ચાલી રહ્યો છે. ત્યારે દબંગખાનના ઘરમાં અજાણ્યા લોકો પ્રવેશ કરતા હોવાનું સામે આવ્યા બાદ સલમાન પર ખતરો મંડરાતો હોવાથી તેના ફેન ચિંતિત છે. ટેલિવિઝન પર જોવા મળતા કૌન બનેગા કરોડપતિ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા અને બિગ બોસ અને સીઆઈડી જોવા શો દર્શકોનું ભરપૂર મનોરંજન કરી રહ્યા છે. હવે ફરી સલમાનનો ફેમસ બિગ બોસ શો થોડા જ સમયમાં ટેલિવિઝન પર જોવા મળશે.
ઇન્ફ્લુએન્સર કે યુટ્યુબર નહી લે ભાગ
બિગ બોસ શોને લઈને સૌથી મોટી અપડેટ સામે આવી છે. આ શોમાં છેલ્લા કેટલાક વખતથી ટીવી સ્ટાર સિવાય અન્ય ક્ષેત્રમાં લોકપ્રિય લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. ત્યારે આ વખતે કોઈ પણ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કે યુટ્યુબર બિગ બોસ 19 માં ભાગ લઈ શકશે નહીં તેવું શો નિર્માતા દ્વારા નિર્ણય લેવાયો છે. બિગબોસ 18 સિઝનના ભાગ રહેલ એલ્વિશ યાદવ, અભિષેક મલ્હાન (ફુકરે ઇન્સાન), મનીષા રાની અને રજત દલાલ જેવા ડિજિટલ સર્જકોએ બિગ બોસના ઘરમાં ઘણી ચર્ચા જગાવી છે. પરંતુ સોશિયલ મીડિયા સેલેબ્સને કારણે શોની લોકપ્રિયતા વધી, પરંતુ તેનાથી પણ વધુ શોની ઘણી ટીકા પણ થઈ.
જુલાઈમાં આરંભ બિગ બોસ શો
આ સ્પર્ધકોની લોકપ્રિયતાને કારણે, અન્ય સ્પર્ધકોને મળેલા મતો પર પ્રતિકૂળ અસર પડી. એવું પણ કહેવાય છે કે એલ્વિશ યાદવ અને અહલુવાલિયા જેવા યુટયુબર્સ વિવાદમાં આવવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. બિગ બોસ 19 30 જુલાઈ, 2025 થી પ્રસારિત થશે. સલમાન ખાન જૂનના છેલ્લા અઠવાડિયા સુધીમાં શોના પ્રોમોનું શૂટિંગ શરૂ કરશે. આ વખતે શોનો સમયગાળો વધારવામાં આવ્યો છે. બિગ બોસ 19 જાન્યુઆરી 2026 સુધી ચાલશે.