મીઠી નદી સફાઇ કૌભાંડ મામલે અભિનેતા ડીનો મોરિયાનું નામ સામે આવ્યુ છે. જે બાદ તેમના વિશે વિવિધ ચર્ચાઓ શરુ થઇ છે. પોલીસે ડીનોને પૂછપરછ માટે સમન્સ મોકલ્યુ હતુ. જે બાદ હવે તેઓએ આગોતરા જામીન માટે અરજી કરી છે. મીઠી નદી સફાઇ કૌભાંડ 65 કરોડ રૂપિયાનું છે. જે મુંબઇના પાણીને મોટી અસર કરી શકે છે. આ કેસમાં મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા તપાસ કરી રહી છે.


65 કરોડ રૂપિયાનું મીઠી નદી સફાઈ કૌભાંડ !

આ કેસમાં બોલીવુડ અભિનેતા ડીનો મોરિયાની પૂછપરછ કરવામાં આવી હતી. હવે મામલે ડીનોએ આગોતરા જામીન માટે અરજી દાખલ કરી છે. 65 કરોડ રૂપિયાના મીઠી નદી સફાઈ કૌભાંડ કેસમાં મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (EOW) દ્વારા ફિલ્મ અભિનેતા ડીનો મોરિયાની પૂછપરછ કરવામાં આવી હતી. સોમવારે આ કેસમાં ડીનો ઉપરાંત તેના ભાઈ સેન્ટિનોની પણ પૂછપરછ કરવામાં આવી હતી. જ્યારે પોલીસે આ કેસના મુખ્ય આરોપીની પૂછપરછ કરી ત્યારે ડીનોનું નામ પણ સામે આવ્યું. અભિનેતાનું નામ જાહેર થયા પછી, તેને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. હવે આ કેસમાં નવી માહિતી સામે આવી છે કે મીઠી નદી સફાઈ કૌભાંડ કેસમાં ડીનો મોરિયાએ આગોતરા જામીન માટે અરજી દાખલ કરી છે. ફિલ્મ અભિનેતા ડીનો મોરિયાએ તેમના વકીલ પાસેથી કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી દાખલ કરાવી છે. આ અરજી મામલે જલદી જ સુનાવણી હાથ ધરાઇ શકે છે. ડીનો મોરિયાને UBO રાઇડ્સ કંપનીના સંચાલન, તેના નાણાકીય પ્રવાહ અને કેતન કદમ સાથેના તેમના સંબંધો અંગે લગભગ 20 થી 25 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. ડીનો મોરિયાની લગભગ 6 કલાક પૂછપરછ કરવામાં આવી હતી. જે બાદ તેઓએ આગોતરા જામીન માટે અરજી દાખલ કરી હતી.

મીઠી નદી સફાઈ કૌભાંડ શું છે?

મીઠી નદી સફાઈ કૌભાંડ કેસના મુખ્ય આરોપી કેતન કદમ, ડીનો મોરિયા અને તેના ભાઈ સેન્ટિ વચ્ચે અનેક ફોન કોલ્સ થયાની હોવાની વિગતો સામે આવી છે. તપાસ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે બધાની વાતચીત સાંભળી અને આગામી તપાસ હાથ ધરી હતી. આ કેસમાં બીજા કયા માથા સંડોવાયેલા છે. તે અંગે પણ તપાસના ચક્રો ગતિમાન થયા છે. કોલ રેકોર્ડની સાથે ડીનોએ નાણાંકિય વ્યવહાર કોની સાથે અને કેટલો કર્યો છે તેના પુરાવા પણ મળી આવ્યા હતા. પૂછપરછ દરમિયાન એ તપાસ કરાઇ રહી છે કે, શું ડીનો, આરોપી કેતન અને બીજા પક્ષ વચ્ચેના સોદાથી વાકેફ હતા?. આ કૌભાંડ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે BMCના નદી ડ્રેજિંગ મશીનો અને સાધનોના ભાડામાં કથિત નાણાંકીય અનિયમિતતાઓ સાથે સંબંધિત છે. આ કેસમાં બે આરોપીઓ, કેતન કદમ અને જયેશ જોશીની ધરપકડ કરવામાં આવી હતી.  

  • Follow us on: