અદાણી એરપોર્ટ્સના ડિરેક્ટર જીત અદાણીએ 'શાર્ક ટેન્ક ઈન્ડિયા' સાથે પોતાની શરૂઆત કરી છે, પરંતુ શાર્ક તરીકે નહીં. અનુપમ મિત્તલ સાથે અગાઉ થયેલી વાતચીત પ્રમાણે જીતે શોમાં આવવાનું પ્રોમિસ આપ્યું હતું, અને હવે તેમણે મેન્ટર તરીકે જોડાઈને પોતાનું પ્રોમિસ પુરુ કર્યું છે.


શાર્ક ટેન્ક ઇન્ડિયાના નવા પ્રોમોમાં દિવ્યાંગ સ્પેશિયલ વીક માટે ખાસ મહેમાનો તરીકે જીત અદાણી અને બોલન્ટ ઇન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર શ્રીકાંત બોલા છે. આ અઠવાડિયે દિવ્યાંગ ઉદ્યોગસાહસિકો અને તેમના નવા બિઝનસ પ્લાન પર ફોકસ કરવામાં આવશે. જેમાં એક પિચમાં એક માણસનો સમાવેશ થાય છે જેણે એક્સિડન્ટમાં પોતાનો હાથ ગુમાવ્યા પછી પોતાના માટે કૃત્રિમ હાથ ડિઝાઇન કર્યો હતો. જ્યારે અન્ય બિઝનસમાં ડાઉન સિન્ડ્રોમ ધરાવતા બાળકો દ્વારા બનાવેલી કલાકૃતિઓ અને શ્રવણ-ક્ષતિગ્રસ્ત લોકો માટે બનાવેલી ઓડિયો ક્લિપ્સનો સમાવેશ થાય છે.

https://www.instagram.com/marketingspots/reel/DHTvsaxPpCb/ 

અનુપમ મિત્તલે જણાવ્યું હતું કે જીતે આ પહેલા પણ 'શાર્ક ટેન્ક ઇન્ડિયા' માં જોડાવા માટે રસ દાખવ્યો હતો, જેમાં દિવ્યાંગ લોકોને મદદરુપ થાય તેવા બિઝનેસ પર પર ફોકસ કરવામાં આવ્યું હતું. જોકે, અનુપમે મજાકમાં કહ્યું, " જો તમે જ બધી ડીલ કરશો તો અમે શું કરીશું?" અને જીતને મેન્ટર તરીકે જોડાવાનું સૂચન કર્યું.

આ તમામની વચ્ચે શ્રીકાંત બોલા આવતા અઠવાડિયે 'શાર્ક ટેન્ક ઇન્ડિયા' માં ડેબ્યૂ કરશે. તેમણે ફોર્બ્સ 30 અંડર 30 માં સ્થાન મેળવ્યું છે અને ઘણા લોકોને ઈનસ્પાયર કર્યા છે.

શ્રી કાંતે ઈનસ્ટાગ્રામ પર પોતાનો ઈન્ટ્રેસ શેર કર્યો હતો અને જીત અદાણીના વિઝન તેમન લીડરશીપની પ્રશંશા કરી હતી. તેમણે લખ્યું કે 'શાર્ક ટેન્ક ઈન્ડિયા' ના સેટ પર જીત અદાણીને મળવું ખૂબ પ્રેરણાદાયક રહ્યું'

  • Follow us on: